• બીએસએનએલએ ટેગીંગ કરેલી મિલકતો પૈકી 60 હજાર જેટલી મિલકતોને રીજેક્ટ કરી ફેર ટેગીંગની કોર્પોરેશનની સૂચના

રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરની આશરે 4.50 લાખ મિલકતોનું જીયો ટેગીંગ કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ સરકારની બીએસએનએલ કંપનીને સોંપવામાં આવ્યો છે. આ મુખ્ય કંપની દ્વારા અનેક પેટા કંપનીઓને અલગ-અલગ કામગીરી સુપરત કરવામાં આવી છે. કાર્પેટ એરિયા આધારિત કામગીરીમાં જેમ એજન્સી દ્વારા વેઠ ઉતારવામાં આવી હતી. તેમ જીયો ટેગીંગની કામગીરીમાં પણ અનેક ભૂલો સામે આવી છે. એજન્સીએ 4,40,942 મિલકતોનું ટેગીંગ કરી કોર્પોરેશનને સુપરત કરી દીધું છે. જે પૈકી કોર્પોરેશન દ્વારા 1,97,22 મિલકતોને એપ્રૂવ કરવામાં આવી છે. જ્યારે 59,517 મિલકતોને જીયો ટેગીંગ રિજેક્ટ કરવામાં આવ્યા છે.

જીયો ટેગીંગની કામગીરી દરમિયાન માત્ર 3 વોર્ડમાં જ 100 ટકા જેટલી કામગીરી થઇ છે. બાકીના તમામ 15 વોર્ડમાં હજુ ઘણી કામગીરી બાકી છે. કાર્પેટ એરિયા આધારિત મિલકત વેરાની અમલવારી પૂર્વે એજન્સીને આકરણી માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને કામગીરીમાં ખૂબ જ ભૂલો કરી હતી. આજે આ નવી પધ્ધતિની અમલવારીના 7 વર્ષ બાદ પણ હજુ ભૂલો સામે આવી રહી છે. જીયો ટેગીંગની કામગીરીમાં પણ કંઇક જ આવું જ થયું છે. બીએસએનએલ એજન્સી દ્વારા કુલ 4,40,942 મિલકતોનું જીયો ટેગીંગ કરી કોર્પોરેશન સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યું છે. જે પૈકી કોર્પોરેશન દ્વારા 1,97,622 મિલકતોને જીયો ટેગીંગના કામને બહાલી આપી દેવામાં આવી છે. જ્યારે 59,517 મિલકતોની જીયો ટેગીંગની કામગીરીને રિજેક્ટમાં આવી છે. હજુ 1,83,803 મિલકતોની કામગીરી બાકી છે. વોર્ડ નં.1, વોર્ડ નં.2 અને વોર્ડ નં.15માં મિલકતના જીયો ટેગીંગની કામગીરી પૂરી થઇ ગઇ છે. જ્યારે વોર્ડ નં.4, વોર્ડ નં.5, વોર્ડ નં.6, વોર્ડ નં.16 અને વોર્ડ નં.18માં હજુ મોટાભાગની કામગીરી બાકી છે. વર્ષ-2024થી જીયો ટેગીંગની કામગીરી ચાલી રહી છે. જે ક્યારેય પૂરી થશે તે હજુ કહેવું મુશ્કેલ બન્યું છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.