તમારા પાર્ટનર સાથેના સબંધ સારા હોવા એ એક સારી વાત છે. ખાસ કરીને ત્યારે જયારે તમારા બનેના સબંધો ખુબ જ સારી રીતે ચાલતા હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે તમારા  પાર્ટનરનું વર્તન એવું  હોય છે કે જેને તમે સમજી શકતા નથી. જેના લીધે તમે તેની ઉપર બિનજરૂરી  રીતે રાડો પાડો છો, તેના પર  ગુસ્સો કરો છો અને વાત નથી કરતા. જેના લીધે આ વર્તન ઝગડાનું  કારણ બની જાય છે. આ પ્રકારના વર્તનને ઈમોશનલ ડમ્પિંગ કહેવામાં આવે છે. જે તમારા બંનેના સંબંધો ને ખરાબ કરવાનું અને એક બીજાને જુદા પાડવાનું કારણ બની જાય છે.5 Fight Languages You Should Know For A Better Understanding With Your Partner - News18

  • ઈમોશનલ ડમ્પિંગ એ વ્યક્તિનો અંદરનો ગુસ્સાને અને નિરાશાને પોતાના પાર્ટનર ઉપર  ઉતારવાની ટેવ  છે.
  • ઈમોશનલ ડમ્પિંગ તમારા બંનેના મજબૂત સંબંધોને પણ તોડી શકે છે.

તમારા ગુસ્સાને  અંદરથી દબાવી રાખવો એ શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. પરંતુ તમારા ગુસ્સાને કઈ રીતે શાંત કરવો જોઈએ. જાણો ઈમોશનલ ડમ્પિંગ શું છે અને તેને કઈ રીતે દુર કરી શકાય.

જો તમે  ઓફીસથી ઘરે આવીને ઓફિસનો બધો ગુસ્સો તમારા પાર્ટનર પર ઉતારો છો .તો આ એક ખરાબ આદત છે. સાયકોલોજીની ભાષામાં આ આદતને  ઈમોશનલ ડમ્પીંગ કહેવાય છે. આ તમારા સારા સંબંધને ખરાબ કરે છે. તમારા બંનેના સબંધોને જાળવવા માટે તમે જયારે કામ પરથી પાછા આવો છો ત્યારે તમારે તમારા પાર્ટનરની સાથે શાંતિથી બેસીને પ્રેમથી વાત કરવી જોઈએ.પણ તમે ઓફીસથી આવીને તેની સાથે શાંતિથી વાત નથી કરતા ત્યારે તમારો પાર્ટનર નારાજ થઇ જાય છે .જેનાથી તમારા સબંધો બગડવાની શક્યતાઓ રહે છે.

ઈમોશનલ ડમ્પિંગ છે શું?Strategies for Dealing With an Angry Partner: In the Moment | Psychology Today

જયારે ઑફિસમાં તમારો દિવસ ખૂબ જ ખરાબ જાય છે. ત્યારે તમને અંદરથી જ ગુસ્સો આવે છે. તમે ગુસ્સો નથી કરવા માંગતા તો પણ કોઈપણ વાતમાં ગુસ્સો આવી જ જાય છે. તમે તેને છોડી શકતા નથી. જ્યારે તમે ઓફીસથી  સાંજના સમયે ઘરે પરત આવો છો. ત્યારે તમારો પાર્ટનર તમારી સાથે શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરે છે.પણ તમે ગુસ્સામાં વાત કરો છો અને  તમારી બધી નિરાશાઓ, ફરિયાદો અને ચિંતાઓને તેના પર ઉતારો છો. આ બધા કારણોને ઈમોશનલ ડમ્પિંગ કહેવાય છે.

ઈમોશનલ ડમ્પિંગ હોવાના સંકેતો :-

તમારા પાર્ટનરને જોયા પછી તણાવ અનુભવવો

What Does the Bible Say about Fighting in Marriage? - Focus on the Family

જો તમારો બનેનો સબંધ સારી રીતે ચાલતો હોય. તો પણ  તમારા પાર્ટનરને જોઈને અને તેની સાથે બેસીને શાંતિથી પ્રેમ ભરી વાત કરવાથી એક  અલગ જ ખુશીનો અનુભવ  થાય છે. પરંતુ  કયારેક એવું પણ બને છે કે તમારો પાર્ટનર ઓફીસથી  ઘરે આવતાની સાથે જ એક અલગ પ્રકારનું ટેન્શન જોવા મળે છે. ત્યારે જ તમે તણાવ અનુભવવા લાગો છો.

આદરનો અભાવCrying Is Better For Your Health Than You Realize

જો તમારો પાર્ટનર તમારી સાથે વાત વાતમાં ઝગડો કરે છે અને તમારી ઉપર ગુસ્સો કરીને રાડો પાડે છે.ત્યારે તમને જોરજોરથી રડવાનું મન થાય છે. અને રડતી વખતે પાર્ટનરના ખંભે માથું રાખીને રડશો તો એ તમારા પાર્ટનર પર નો આદર છે. આવા સમયે જુના થયેલા ઝગડાઓને યાદ કરશો નહી.

તમારી ઇચ્છાઓને વ્યક્ત કરો

Talking and understanding

ઈમોશનલ ડમ્પિંગમાં તમે શું  વિચારો છો કે અનુભવો છો તેનાથી સામેની વ્યક્તિને કોઈ પણ  ફરક પડતો નથી. તેનો મુખ્ય એક જ  હેતુ છે કે તેના ગુસ્સાને કઈ રીતે બહાર કાઢે. જો તમે  તમારા બંનેના સંબંધ ને જાળવી રાખવા માંગતા હોવ તો ખોટેખોટા બિનજરૂરી ઝઘડા અને દલીલોને  ટાળવાનું રાખો. જેનાથી તમે તમારા પાર્ટનરને વાત કરવા માટે હિંમત આપી શકો.

ઈમોશનલ ડમ્પિંગને કઈ રીતે દુર કરી શકાય

If you display these 10 behaviors, you don't fully trust your partner - Hack Spirit

જો તમારા પાર્ટનરને પણ આવી જ ખરાબ તેવો હોય તો તેની સાથે બેસીને શાંતિથી વાત કરવાનો પ્રયાસ કરો. તમારો પાર્ટનર ઓફીસથી આવે ત્યારે તેને થોડીક વાત એકલા રહેવા દો અને પછી તેની સાથે બેસીને વાત કરવાનું રાખો. તેના ઓફીસની ચિંતાઓને દુર કરવાનો પ્રયાસ કરો .જેથી તમારા બંનેના સબંધો તેમ ને તેમ જ જળવાય રહેશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.