- તેલ ખાવું નહિ,ખરાબ તેલ ખાવું ખરાબ…
- ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા જિલ્લાના અધિકારીઓને ઉત્પાદકો ઉપર બાદ નજર રાખવા કરાય તાકીદ
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનએ તાજેતરમાં તમામ જિલ્લા અધિકારીઓને ખાદ્ય પદાર્થો, ખાસ કરીને ખાદ્ય તેલના પેકેજિંગ માટે ટીનનો ફરીથી ઉપયોગ કરવાની ગેરકાયદેસર પ્રથા અપનાવતા ઉત્પાદકો પર નિયંત્રણ રાખવા સૂચનાઓ જારી કરી છે. ફરીથી વાપરી શકાય તેવા ટીન એવા છે કે જેનો એકવાર ઉપયોગ કરવામાં આવ્યો હોય અને ખોરાક ખાધા પછી ગ્રાહકો દ્વારા ફેંકી દેવામાં આવે છે અને કેટલાક પેકર્સ તેનો ફરીથી ઉપયોગ કરે છે. એફ. ડી.સી.એ અધિકારીઓને તેમના અધિકારક્ષેત્રમાં આવી સંસ્થાઓની ઓળખ કરવા અને કાનૂની પગલાં લેવાનો આદેશ આપ્યો છે. એફડીસીએના નિર્દેશને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે ખાદ્ય પદાર્થો, ખાસ કરીને ખાદ્ય તેલના પેકેજિંગ માટે ટીનનો મોટા પાયે પુન:ઉપયોગ થાય છે.
ગુજરાત રાજ્ય એફ. ડી.સી.એ કમિશનર એચ જી કોસિયાએ જણાવ્યું હતું કે, કાર્યવાહીનો ઉદ્દેશ્ય પેકેજ્ડ ખાદ્યપદાર્થો માટે ટીનના ગેરકાયદે પુન:ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને ગ્રાહકોના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવાનો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ખાદ્ય ચીજવસ્તુઓના પેકેજિંગ માટે ક્ધટેનર ટીનનો ફરીથી ઉપયોગ પ્રતિબંધિત છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાર્ટનનો વ્યાપક પુન:ઉપયોગ હોવા છતાં, ઘણા ગ્રાહકો તેમના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમોથી અજાણ છે. જ્યારે યોગ્ય સફાઈ અથવા પુન:ઉપયોગ કર્યા વિના પુન:ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે આવા કેન આરોગ્ય માટે નોંધપાત્ર જોખમો પેદા કરી શકે છે. પર્યાવરણીય પરિબળો રાસાયણિક પ્રતિક્રિયાઓ અને કાટની રચનાને ઉત્તેજિત કરી શકે છે,” એક ખાદ્ય ઉદ્યોગના સ્ત્રોતે જણાવ્યું હતું કે સંગ્રહિત ખોરાકના અકાળે બગાડ થાય છે, જે ગ્રાહક સુખાકારીને જોખમમાં મૂકે છે.
નવા ડબ્બાનું ઉત્પાદન વધશે તો જ જૂના ડબ્બાનું ચલણ ઘટશે: સમીરભાઈ શાહ
રાજમોતી ઓઇલના સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે, જે બલ્બ વપરાશ કરતા લોકો જેવા કે હોટલ અને ફરસાણ બનાવનાર વ્યાપારીઓ કે જે પામોલીન અને કપાસિયાનો વપરાશ કરે છે તેવો જ જુના ડબ્બાનો ઉપયોગ કરતા હોય છે. એટલું જ નહીં નવા ડબાનું ઉત્પાદન વધશે તો જ જુના ડબ્બાનું ચલણ ઘટે તેવું સ્પષ્ટ છે જેના માટે સરકારે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું જરૂરી છે. સમગ્ર ગુજરાતમાં નવા ટીમ પ્લેટ બનાવતી બેજ કંપનીઓ છે જેથી યોગ્ય સમયે જે માલ મળવો જોઈએ તે મળી શકતો નથી. હાલ ટીન સિવાય ટેટ્રાપેક, અને પ્લાસ્ટિકમાં તેલનો ઉપયોગ વધ્યો છે પરંતુ તે કારણ કે તેમાં ફરી તેલ ભરી શકાતું નથી જે ટીનના વ્યવસાયને સહેજ પણ અસર કરતા નથી
માત્ર જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તે એ જ છે કે નવા ટીમ યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં ન મળતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું, રીયૂસ્ટીનમાં તેલ જો ભરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે કોઈ ગેરફાયદો હતો નથી. હાલ માત્ર પાંચથી સાત ટકા સીંગતેલ જુના ડબ્બામાં ભરવામાં આવે છે.
જુના ટીનના ડબ્બામાં જો તેલ ભરવામાં વધુ ટેમ્પરેચર રાખવામાં આવ્યું હોય તો તે તેલ આરોગ્ય માટે નુકસાન કરતા: ઝલક વઘાસીયા (ન્યુટ્રીશ્યનિસ્ટ)
રાજકોટના ન્યુટ્રીશનિસ્ટ ઝલક વઘાસીયાએ જણાવ્યું હતું કે જૂના ટીમના ડબામાં જો તેલ ભરવામાં આવે તો કોઈ નુકસાન કરતા નથી પરંતુ જો તે તેલના ડબામાં વધુ ટેમ્પરેચર થી તેલ ભરવામાં આવ્યું હોય તો તે જુના ડબા નું તેલ આરોગ્ય માટે ખૂબ નુકસાન કરતા સાબિત થાય છે એટલું જ નહીં તે તેલમાં રહેલી ઇમ્પ્યુરીટી પણ વધે છે. તેઓ જણાવ્યું હતું કે પોલીથીન બેગ અને ટેટ્રાપેકમાં જો તેલ ભરવામાં આવ્યું હોય તો તે ઘણા ખરા અંશે નુકસાન કરતા છે.
મધ્યમ વર્ગના લોકોને નવો ડબ્બો ન પરવડે તે માટે જ જુના ડબ્બાનો કરાય છે ઉપયોગ: મુકેશ પટેલ
ત્રણ એક્કા ઓઇલના મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે માત્ર પામોલીન અને કપાસિયામાં જ જુના ડબ્બાનો ઉપયોગ કરવામાં આવે છે બાકી સિંગતેલમાં નવા ડબ્બા જ વપરાય છે જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે મધ્યમ વર્ગના લોકોને નવો ડબ્બો પડવડતો નથી અને નવા અને જુના ડબ્બામાં આશરે રૂપિયા 50 જેટલો ફેર જોવા મળે છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે જુના ડબ્બામાં જો સીંગતેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે આરોગ્ય માટે સહેજ પણ જોખમી નથી પરંતુ પામોલીન તેલ જો જુના ડબામાં ભરવામાં આવે તો તે આરોગ્યને ઘણું ઘણું નુકસાન પહોંચાડે છે.