ઉનાળાની સીઝન શરુ થતા જ બધા લોકો ક્યાંક ઠંડા વિસ્તારમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ખાસ કરીને ત્યારે જયારે રજાનો સમયગાળો શરુ થયો હોય.બે-ત્રણ દિવસની રાજા મળતા પહાડો તરફ દોડી જાય છે.જેના કારણે ઘણી વખત હિલ સ્ટેશન પર ભીડ જોવા મળે છે.જેના પરિણામે ફરવા જવાનું મુશ્કેલ બની જાય છે. પણ જો તમે એવી જગ્યાએ ફરવા જવાનું શોધી રહ્યા છો? જ્યાં ઓછી ભીડ હોય અને શાંતિમય વાતાવરણ હોય અને સાથોસાથ ફરવાની પણ મજા આવે .તો કાશ્મીરમાં એક એવું સ્થળ આવેલું છે. જેની સુંદરતા એટલી અદ્ભુત છે કે તેની તો વાત જ ના પૂછો .તમે કાશ્મીરમાં એક વાર ફરવા જશો તો પાછા ઘરે આવવાનું મન ના થાય. ત્યાં આવેલી જગ્યાઓએ ફરવા જશો તો ખબર પડશે કે આ કેટલું સુંદર સ્થળ છે. જો તમે ફરવા જવા માટે એવી જગ્યા શોધી રહ્યા છો. જ્યાં ભીડ ઓછી હોય અને તમને મજા આવે. તો દૂધપાત્રી જગ્યાએ ફરવા જવાનું ભૂલશો નહિ.
આ જગ્યાનું નામ દુધાપાત્રી કઈ રીતે પડ્યું.
આ જગ્યાને આ નામ કેમ પડ્યું તેની ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે. કહેવાય છે કે ઘાસના કિનારે વહેતી નદીનો ધોધ એટલી ઝડપથી વહે છે કે જાણે દૂધ પડી રહ્યું હોય. આના લીધે તેનું નામ દૂધપાત્રી પડ્યું.
બીજી વાર્તા એવી પણ કહેવાય છે કે એક વખત સંત શેખ નૂરદિન નૂરાનીએ અહિયાની જમીનમાંથી પાણીને બહાર લાવવા માટે ઘણા દિવસો સુધી પ્રાર્થના કરી હતી . પછી તેણે પોતાની લાકડી વડે જમીન ખોદી અને તેમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેને દૂધથી હાથ-પગ ધોવાનું યોગ્ય ન લાગ્યું. તેથી તેણે દૂધને પાણીમાં બદલી નાખ્યું અને ત્યારબાદ તેનું નામ દૂધપાત્રી પડ્યું.
દૂધપાત્રીમાં આવેલાં જોવાલાયક સ્થળો
દૂધનો પથ્થર
દૂધપાત્રી કાશ્મીરનું એક ખૂબ જ સુંદર અને નાનું હિલ સ્ટેશન છે. તે દરિયાઈ સપાટીથી 2,730 મીટરની ઉંચાઈ પર આવેલું છે. દૂધપાત્રીમાં લીલાછમ ઘાસના મેદાનો અને બરફથી ઢંકાયેલા પર્વતો જોવા મળે છે. આ સ્થળ તમને એક અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ કરાવે છે.
ટાંગર
ટાંગર ગામથી જ તમે દુધપાત્રીએ ફરવા જવાનું શરું કરો. જે એક નાનું ગામ છે પણ ખૂબ જ સુંદર સ્થળ છે. આ ગામમાં ચારે બાજુથી પહાડો, પાઈન અને દેવદારના જંગલોથી ઘેરાયેલું છે. જેનાથી આ ગામની સુંદરતામાં વધારો જોવા મળે છે. તમે આ ગામમાં આવીને કેમ્પિંગ, ટ્રેકિંગ અને ફોટોગ્રાફી જેવી ઘણી બધી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો.
ડીશખાલ
દૂધપાત્રીના ટોચના પર્યટન સ્થળોમાંનું એક ડીશખાલ આવેલું છે. જ્યાં તમે ટ્રેકિંગ કરીને પહોંચી શકો છો. ત્યાં મોટા મોટા ઘાસના મેદાનો આવેલા છે અને બરફથી ઢંકાયેલા પર્વતો પણ જોવા મળશે.આ જગ્યા એકસાથે એવો નજારો રજૂ કરે છે કે જાણે તમે કોઈ વિદેશી જગ્યાએ ફરતા આવ્યા હોવ. પ્રકૃતિ પ્રેમીઓએ આ સ્થળ પર ફરવા આવવાનું બિલકુલ ચૂકવું જોઈએ નહીં.
શાલીગંગા નદી
ઉંચા પર્વતોમાંથી વહેતી નદી એટલે શાલીગંગા નદી. અહીં આવીને શાંતિથી બેસીને આસપાસના વાતાવરણને માણવાનો એક અલગ પ્રકારનો જ આનંદ છે. શાલીગંગા નદી દૂધપથરીમાં આવેલી એક જગ્યા છે. આ સ્થળ પર તમે ઘાસના મેદાનમાંથી લગભગ 2 કિલોમીટરની મુસાફરી કરીને પહોંચી શકો છો. આ જગ્યા પર એક અનોખો સુંદર નજારો જોવા મળશે.
દૂધપાત્રીએ ફરવા જવા માટેનો સૌથી સારો સમય..
જો તમે સુંદર નજારો જોવા માટે દૂધપાત્રીએ ફરવા જવાનું વિચારતા હોવ તો તમે મે મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના કોઈપણ સમયે ફરવા જઈ શકો છો. ઉનાળાની સિઝનમાં અહી બહુ ઠંડી નથી પડતી જેથી તમે આરામદાયક કપડાં પહેરીને ફરવાની મજા માણી શકો છો.