• સાંજ સુધીમાં ચૂંટણી સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે
  • કાલે સવારે 5:30 કલાકે રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં યોજાશે મોકપોલ

રાજકોટ ન્યૂઝ : દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યમાં ત્રીજા તબક્કાનુ આવતી કાલે મતદાન થશે . રાજકોટના તમામ તાલુકામાં  મતદાન યોજાશે ત્યારે આજ સવારથી જ EVM ડીસ્પેચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે . રાજકોટની  500 બિલ્ડિંગમાં 2236 મતદાન મથકો પર મતદાન થશે .

રાજકોટ લોકસભાના તમામ સેન્ટરો પર EVM ડીસ્પેચની કામગીરી થશે શરૂ થઈ ગઈ છે . EVM, VVPAT, સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી રહી છે . ૧૩૫૦૦ થી વધુ કર્મચારીઓ રાજકોટ લોકસભા ચૂંટણીના મતદાન મથકો પર કાર્યરત રહેશે . ૩૨૦૦ થી વધુ પોલીસ કર્મીઓ  સુરક્ષા વ્યવસ્થા સંભાળશે .  લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં 1 ADG, 1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI, 1222 પોલીસ જવાનો, 1374 હોમગાર્ડ જવાનો, CRPF જવાનોની 4 કંપનીઓ તૈનાત રહેશે. મતદાન મથકનો આજે પોલીસ ફોર્સ સાંજથી કબજો સંભાળી લેશે.

રાજ્યમાં લોકસભાની 25 બેઠકો ઉપર આવતીકાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. જેને લઈને આજે વિવિધ રિસીવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરો ઉપર આજે ચૂંટણી સ્ટાફ પહોંચી ગયો હતો. જ્યાંથી બપોરના અરસામાં આ સ્ટાફ પોત પોતાના ઇવીએમ અને વિવિપેટ મશીનો લઈને મતદાન મથકો તરફ રવાના થઈ ગયો છે. હવે સાંજ સુધીમાં આ તમામ સ્ટાફ મતદાન મથકોનો કબજો સંભાળી લેશે. બીજી તરફ આવતી કાલે સવારે 5:30 કલાકે તમામ મતદાન મથકો ઉપર મોકપોલ યોજવામાં આવશે. ત્યારબાદ સવારે 7 કલાકે મતદાન યોજવામાં આવશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.