ઉનાળાની સીઝન શરુ થતાં જ દરેક લોકો પોતાના પરીવાર સાથે ઠંડા વિસ્તારમાં ફરવાં જવાનો પ્લાન બનાવે છે. ખાસ કરીને ત્યારે જયારે તેમના બાળકોને શાળાઓમાંથી વેકેશન પડી ગયું  હોય અને રજાનો સમયગાળો શરુ થઇ ગયો હોય. આવા સમયમાં  ઉનાળાના વેકેશનને માણવા માટે  કોઈ એવા સારા સ્થળો પર ફરવા જવાનો પ્લાન બનાવતાં હોય છે. જ્યાં તેમને શાંતિવાળું વાતાવરણ મળે અને ફરવાની મજા પણ આવે. તો આ 5 હિલ સ્ટેશન પર ફરવા જવાનો પ્લાન બનાવો જ્યાં તમને ખુબ મજા આવશે.

તુંગી, મહારાષ્ટ્ર

Mangi-Tungi Fort in nashik (Perfect Trekking Destination in Nashik) – Just Nashik

મહારાષ્ટ્રના હિલ સ્ટેશનની વાત આવે તો લોનાવાલા અને ખંડાલાનું નામ સૌથી પહેલા આવે છે.પણ શું તમે જાણો છો કે તુંગી મહારાષ્ટ્રમાં એક એવું ઑફબીટ સ્થળ આવેલું છે જેની સુંદરતા જોઈને તમને ઘરે પાછા ફરવાનું મન નહિ થાય.તુંગી,મહારાષ્ટ્ર પુણેથી લગભગ 85 કિલોમીટર દુર આવેલું છે.અહિયાં આવીને તમે ટ્રેકિંગ પણ કરી શકો છો અને આરામની પળો વિતાવી શકો છો.

કલ્પ, હિમાચલ પ્રદેશ

10 Fun facts about Kalpa, Kinnaur Valley in Himachal Pradesh ~ The Land of Wanderlust

ઘણા લોકોને તો ખબર જ નથી કે હિમાચલ પ્રદેશમાં કલ્પ નામનું એક સુંદર જગ્યા પણ આવેલી છે. જ્યાંની સુંદરતા જોવાલાયક છે. આ સ્થળ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં આવેલું છે. તમે  અહિયાં આવીને ઉનાળાની રજાઓને માણી શકો છો. સતલજ નદી પર આવેલું આ શહેર સફરજનના બગીચા અને ગાઢ દેવદારના જંગલો માટે જાણીતું છે.સાથોસાથ તમે ટ્રેકિંગની પણ મજા માણી શકો છો.

કેમ્માનગુંડી, કર્ણાટક

Hebbe Falls Chikkamagaluru Tickets, timings, offers May 2024 | ExploreBees

તમે ક્યાંક નવી જગ્યાઓએ ફરવા જવાનું વિચારો તો કર્ણાટકના કેમ્માનગુંડીમાં ફરવા જાઓ.આ સ્થળ  કર્ણાટકના ચિકમગલુર જિલ્લામાં છે અને  બેંગ્લોરથી લગભગ 273 કિલોમીટરના અંતરે આવેલું છે. અહિયાં તમને ચારે બાજુ પહાડો અને હરિયાળી જોવા મળશે.

અસ્કોટ, ઉત્તરાખંડ

Uttarakhand Askot village is very beautiful, visit on weekends | Ascot Hill Station: पहाड़ों की गोद में बसा अस्कोट, अब तक अनछुआ है उत्तराखंड का ये टूरिस्ट स्पॉट

ઉત્તરાખંડમાં આવેલું અસ્કોટ હિલ સ્ટેશન ભારત-નેપાળ સરહદની નજીક આવેલું છે. જે રાજ્યની પૂર્વ બાજુએ આવેલું છે.આ જગ્યા પર લીલાછમ પાઈન વૃક્ષો જોવા મળશે.તેની સાથોસાથ રોડોડેન્ડ્રોન જંગલોમાં ટ્રેકિંગ પણ કરી શકો છો.

ચટપલ, જમ્મુ અને કાશ્મીર

Chatpal Travel Guide, Places to see, Attractions - Trodly

ઉનાળાના વેકેશનમાં કાશ્મીર જવાનું તો મન થાય જ છે. અહિયાં  ઘણી બધી  ઑફ-બીટ જગ્યાઓ છે. જ્યાં તમે જઈને તમારા રાજાઓના દિવસોને શાંતિથી વિતાવી  શકો છો. આ સ્થળ શાંગાસ જિલ્લામાં આવેલું ઓફબીટ ડેસ્ટિનેશન છે. અહિયાં ફરવા આવીને તમે નદીના કિનારે લીલાછમ ઘાસના મેદાનોમાં બેસીને સારો સમય પસાર કરી શકો છો. આ જગ્યા પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.