- 20 કિલોનો ભાવ 1,300 રૂપિયાથી 2750 નોંધાયો: માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણની 1000 ક્વિન્ટલ આવક નોંધાય
સૌરાષ્ટ્રમાં સારી એવી માત્રામાં લસણનું ઉત્પાદન થયું છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. લસણ એ દરેક લોકોની જીવન જરૂરિયાત વસ્તુ છે. 95% થી વધુ લોકો લસણનો ઉપયોગ ખોરાકમાં કરે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં લસણનું વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો રવિ પાકમાં લસણનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જોકે તાજેતરમાં લસણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો લસણની બજારમાં ભાવ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે. લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે.એકસમયે લસણનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 400 સુધી બોલાયા બાદ હવે લસણના ભાવમાં પણ પાણી આવ્યા છે અમરેલી, જુનાગઢ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે.
લસણનો જથ્થો બજારમાં આવતા ભાવમાં કડાકો: વેપારી
ગુદાવડી માર્કેટના વેપારી એ જણાવ્યું હતું કે હાલ બજારમાં સારી ક્વોલિટી નું લસણ રૂ. 70 ના કિલો લેખે વેચાણ થઈ રહ્યું સંગ્રહ કરવામાં આવેલા લસણનો જથ્થો બજારમાં આવતા ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે
અત્યારે બજારમાં સારામાં સારી કવોલીટીનું લસણ રૂ.70ના કિલો લેખે મળી રહ્યું છે અને હજુંપણ ભાવ રૂ.50 સુધી પહોંચે તેવી શકયતા તેમના દ્વારા વ્યકત કરવામા આવી રહી છે.આટલા નીચા ભાવ હોવાછતાં લસણની વેચવાલી બજારમાં જોવા મળતી નથી
લસણમાં રીતસરની સટ્ટાખોરી જ જોવા મળી હતી : સરલાખાજી માર્કેટના વેપારીઓ
અબ તક સાથે ની વાત ચીત માં સર લાખાજી માર્કેટના વેપારી ના જણાવ્યા મુજબ જે તે સમયે લસણમાં રીતસરની સટ્ટાખોરી જ જોવા મળી હતી અને સટ્ટાખોરો દ્વારા નિચા ભાવે લસણનો સ્ટોક કરી લેવામાં આવ્યા બાદ ભાવને ઉચાકાવવામા આવ્યા હતા અને તેમને રૂ.400 સુધી પહોંચાડી દેવામાં આવ્યા બાદ આ ભાવવધારો નવું લસણ માર્કેટમાં આવતાની સાથે જ કકડભૂસ થઈ ગયો હતો અને વધુ ખોટ જાય તે પહેલા સટ્ટાખોરો દ્વારા સંગ્રહ કરવામા આવેલ જથ્થો માર્કેટમાં ઠાલવવાનું મુનાસીબ સમજીને ઠાલવતા હાલ ભાવ તળિયે બેસી ગયા છે.
નવું લસણ બજાર આવતાની સાથે ભાવમાં ઘટાડો:ચેરમેન જયેશભાઈ બોઘરા
અબતક સાથે ની વાતચીતમાં યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણની 1000 કિવલ્ટન આવક નોંધાય છે. જેનો 20 કિલોનો ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1,300 રૂપિયાથી 2750 નોંધાયો છે. મીડીયમ માલનો ભાવ 1500 રૂપિયાથી 2000 સુધી ભાવ બોલાઈ રહ્યો છે. જેથી માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક વધી રહી છે. એવરેજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1300 થી 2750 સુધી લસણનો ભાવ બોલાઈ રહ્યો છે