• બંદોબસ્તમાં ગંભીર બેદરકારી બદલ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે રાજ્ય પોલીસ વડાને વિગતવાર રિપોર્ટ આપ્યો
  • રેન્જ આઈજીના રિપોર્ટ બાદ સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ વિરુધ્ધ તોળાતી કાર્યવાહી

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુરૂવારે જામનગરમાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. તે પહેલાં બંદોબસ્તના રીહર્સલમાં સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમે ગંભીર બેદરકારી દાખવ્યાનું સામે આવતા રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ ડીજીપીને વિગતવારનો રીપોર્ટ કરવામાં આવ્યો છે. જે જોતાં આકરા પગલા લેવાય તેવી શકયતા નકારાતી નથી.

પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન સહિતના વીવીઆઈપી બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની જરૂર પડતી હોવાથી રાજયભરમાંથી અધિકારીઓ અને માણસોને બોલાવવામાં આવે છે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને બંદોબસ્તમાં અન્ય અધિકારીઓ સાથે સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમને એરફોર્સ-1, એરપોર્ટ બંદોબસ્ત અને એરફોર્સથી સંતોષી માતાના મંદિર સુધીના રોડ પર બંદોબસ્તના સુપરવીઝનની જવાબદારી સોંપવામાં આવી હતી. જેનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક બેદરકારીઓ જોવા મળતાં ઉચ્ચ અધિકારીઓએ તેની ગંભીરતાથી નોંધ લઈ ડીજીપીને રીપોર્ટ કર્યો છે.

રીહર્સલમાં ઉચ્ચ અધિકારીઓએ જોતાં રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યો ન હતો. જુદા-જુદા પોઈન્ટ ઉપર યોગ્ય રીતે બેરીકેટીંગ પણ કરવામાં આવ્યું ન હતું. બેરીકેટીંગની અંદર અને બહાર નિયમ મુજબ પોલીસ કર્મચારીઓને રાખવામાં આવ્યા ન હતા. નજીકનો નેશનલ પાર્ક રૂટ પર આવતો હતો આમ છતાં ત્યાં કોઈ શંકાસ્પદ માણસો કે વસ્તુઓ અંગે ચકાસણી કરવામાં આવી ન હતી. એરફોર્સ સ્ટેશન નજીક ટ્રાફિક ક્ધટ્રોલ કરવા માટે બેરીકેટ પણ મુકવામાં આવ્યા ન હતા. આ તમામ બેદરકારીની ઉચ્ચ અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લઈ સુપરવાઈઝીંગ ઓફિસર ડીસીપી રાજદિપસિંહ નકુમ વિરૂધ્ધ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ ડીજીપીને રીપોર્ટ કર્યો છે.

વડાપ્રધાનના કાર્યક્રમ સબંધે બંદોબસ્તના રીહર્સલમાં નાયબ પોલીસ કમિશ્નરની ગંભીર બેદરકારી આવી સામે

વડાપ્રધાન જામનગર પ્રવાસે આવે તે પૂર્વે સમગ્ર કાર્યક્રમ સંબંધે સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત અંગે રીહર્સલ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રેન્જ આઈજી સહીતના અધિકારીઓને અનેક ગંભીર બેદરકારી ધ્યાને આવી હતી. જે બેદરકારીઓની નોંધ લઇ રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. હવે આ રિપોર્ટ બાદ ડીસીપી રાજદીપસિંહ નકુમ વિરુદ્ધ આકરા પગલાં લેવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

સુરક્ષા વ્યવસ્થામાં સામે આવેલી 6 ગંભીર બેદરકારી

  • રોડ બંદોબસ્ત સુપરવિઝન ઇન્ચાર્જએ રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવેલ ન હતો
  • જાહેર પોઇન્ટ પર યોગ્ય રીતે બેરીકેટિંગ કરવામાં આવેલ ન હતું
  • ડીપ પોઇન્ટ યોગ્ય રીતે લગાવવામાં આવેલ ન હતા
  • પોલીસ કર્મચારીઓને બેરીકેટિંગની બહાર ઉભા રાખવામાં આવ્યા હતા જે વ્યવહારુ દ્રષ્ટિએ 70% બેરિકેટ અંદર અને 30% બેરીકેટ બહાર હોવાથી જોઈએ
  • પિટલસ સ્કોર્ટ નેશનલ પાર્ક વડાપ્રધાનના રૂટ પર આવતો હોય તેમ છતાં નેશનલ પાર્કમાં સંદીગ્ધ વસ્તુઓ કે શંકાસ્પદ ઈસમો બાબતે કોઈ ખરાઈ કરવામાં આવેલ ન હતી
  • એરફોર્સ સ્ટેશન નજીક સ્લમ વિસ્તાર પાસે ટ્રાફિક કંટ્રોલ કરવા ફોલ્ડિંગ બેરીકેટ લગાવવામાં આવ્યા ન હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.