- નરેન્દ્રભાઈની સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત રાજયમાં છ ચૂંટણી સભા બાદ પણ માહોલ બનતો નથી
લોકસભાની ચૂંટણીમાં પ્રથમ બે તબકકાનાં મતદાનની ટકાવારી ચિંતાનો વિષય બની ગયો છે. ત્રીજા તબકકામાં હવે આગામી મંગળવારે મતદાન યોજાવાનું છે જેમાં ગુજરાતની તમામ બેઠકો માટે વોટીંગ થશે.
ગુજરાતના બે દિવસીય ચૂંટણી પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જનતાને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા હાંકલ કરી છે. વડાપ્રધાનની છ છ સભા બાદ પણ હજી ચૂંટણીનો માહોલ જામતો ન હોય તેવું લાગી રહ્યું છે.
રાજયમાં બે દિવસ દરમિયાન પીએમ નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ છ સ્થળોએ ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં લોકસભાની 13 બેઠકોને આવરી લેવામાં આવી હતી. તેઓએ ગુજરાતની જનતાને મતદાનમાં ગુજરાત નવો જ રેકોર્ડ બનાવે તેવી હાંકલ કરી હતી. આ વાત પરથી પ્રસ્થાપીત થાય છે કે ખૂદ પીએમ પ્રથમ અને બીજા તબકકાનાં મતદાનની નીચી ટકાવારીથી ચિંતિત છે.
વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી તમામ 26 બેઠકો જીતતા ભાજપ માટે આ વખતેે ત્રણથી ચાર બેઠકો પર પડકાર છે. રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક પર કાંટેકી ટકકર ચાલી રહી છે. જેના કારણે વડાપ્રધાને ગુજરાતમાં છ પૈકી ત્રણ સભાતો સૌરાષ્ટ્રમાં સંબોધી હતી જેમાં સૌરાષ્ટ્રની તમામ સાતેય બેઠકોને આવરી લેવામાં આવી હતી. વડાપ્રધાને માદરે વતનની જનતાને આળસ રાખ્યા વિના મતદાન કરવા અપીલ કરી હતી.
જામસાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ: નરેન્દ્રભાઇ
જામનગરમાં એરપોર્ટને ટકકર આપે તેવા રેલવે સ્ટેશન બનશે: પી.એમ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જામનગરમાં જણાવ્યું હતું કે, જામ સાહેબના દર્શન કરવાની તક મળી અને મારા પર જામ સાહેબનો ખૂબ પ્રેમ રહ્યો છે.જામ સાહેબ પાઘડી પહેરાવે પછી કશુ બાકી ન રહે.મારા માટે જામ સાહેબની પાઘડી મોટો પ્રસાદ છે. આ વખતે જ્યા જઉ ત્યા જનતાનો એક જ સ્વર સાંભળવા મળે છે કે ફરી એક વાર મોદી સરકાર. ગુજરાતે વર્તમાનમા દેશ માટે જે પણ યોગદાન આપ્યુ છે તેટલુ યોગદાન ભૂતકાળમા પણ આપ્યુ છે. જામનગરમા દિગવિજયજી મહારાજે જે બીજ વાવ્યા છે તેના કારણે આજે પણ પોલેન્ડ સાથે સબંધો સુઘર્યા છે. જામ સાહેબે વિજયભવના આશિર્વાદ આપ્યા છે એટલે જીત નિશ્ચિત છે.
આપણા દેશના રાજા-મહારાજાઓએ અખંડ ભારત બનાવવા તેમની પેઢીઓના રાજપાટ આપી દીધા હતા તેમના યોગદાનને દેશ ક્યારેય ન ભૂલી શકે. આજે પણ કોંગ્રેસના સહજાદા જે ભાષા વાપરે છે તેને દેશ સ્વીકાર નહી કરે. કોગ્રેસ ગુજરાત અને દેશ માટે નફરત ફેલાવે છે. કોંગ્રેસના નેતાઓ વિદેશમા જઇ ભારતને બદનામ કરવા મોટા મોટા ભાષણો આપીને આવે છે.
કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો દેશ માટે ખતરો છે અને તેમા મુસ્લીમ લીગની છાપ જોવા મળે છે. ઇન્ડિ એરલાઇન્સની રેલીમા તેમના નેતા મુસ્લીમ મતદારોને વોટજેહાદ માટેની અપીલ કરે છે.
જામનગરની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવુ છે તે જ્યા સુધી મોદી જીવે છે આ દેશને ધર્મના આઘાર પર વિભાજીત નહી થવા દઉ. કોંગ્રેસના લોકો અને તેના સહજાદા સહિત ઇકો સિસ્ટમ આસ્થા પર પ્રહાર કરવાની તક નથી ગુમાવતા. કોંગ્રેસ રામ મંદિરનો બહિષ્કાર કરે,દ્વારકાને ખોટુ કહે,હિન્દુ ધર્મની શક્તિનો વિનાશ કરવાની વાત કરે તે કેટલુ યોગ્ય તેમ સવાલ કર્યો. કોંગ્રેસથી સાવઘાન રહેવાની જરૂર છે. જામનગર રેલ્વે સ્ટેશનનુ આધુનિકરણ થઇ રહ્યુ છે જેમા એરપોર્ટને ટક્કર મારે તેવા રેલ્વે સ્ટેશન બનાવવાના છે. મે પહેલા પણ કહ્યુ હતું કે રાજકોટ,મોરબી,જામનગર આ એક એવો ત્રીકોણ છે જેમા મીની જાપાન તરીકે વિકસીત થવાની તાકાત છે. આજે ગુજરાત ઔધૌગીક રાજય બન્યુ છે.હવે વિમાન,ઇલેક્ટ્રીક વાહનો,સેમિક્ધકટર ગુજરાતમા બનશે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનુ હબ બનવા જઇ રહ્યુ છે.
તમારા ઘરનુ વિજળી બીલ ઝીરો કરવુ છે. પીએમ સુર્ય ઘર યોજના જાહેર કરી છે એટલે સરકાર તમને સોલર પેનલ માટે સબસીડી આપશે જેથી જરૂરી વિજળી તમે વાપરો અને વઘારાની વિજળી સરકાર ખરીદી તમને રૂપિયા આપશે. તમારા વાહનમા ફ્યુલનું બીલ ઝીરો કરવુ છે તે દિશામા કામ કરવાનુ છે. ગ્લોબલ મેપ પર જામનગર સ્વાસ્થયની બાબત પર દુનિયાનુ ડબ્લ્યુ એચઓનુ મહત્વનુ સેન્ટર બની રહ્યુ છે. આખી દુનિયા આયુર્વેદ તરફ વળી રહી છે જામનગરની આયુર્વેદની યુનિવર્સિટી એક મોટુ પ્રેરણા કેન્દ્ર બની રહ્યુ છે. આજે દુનિયામા ભારતનુ આયુર્વેદ પ્રચલીત થયુ છે. સાતમી મે એ ગમે તેટલી ગરમી હોય પણ મારી અપેક્ષા છે કે ગુજરાત આખા હિન્દુસ્તાન કરતા સૌથી વધુ મતદાનનો રેકોર્ડ કરશે.
ચોથી જુન પછી સંવિધાન સાથે ચેડા કરનારી ગેંગને ખુલ્લી પાડીશ: નરેન્દ્ર મોદી
કોંગ્રેસને ત્રણ પડકાર આપું છું: જો તેમનામાં હિંમત હોય તો ચા વાળાના દિકરા જોકે લડે: પ્રધાનમંત્રી
પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આખુ ગુજરાત ઓવરણા લઇ રહ્યુ છે, ગુજરાત જે રીતે પ્રેમ વર્ષાવી રહ્યુ છે
વિકસીત ભારત અને ગુજરાત બનાવવુ હોય ત્યારે તમારો દિકરો દિલ્હીમા બેઠો હોય તો તેને મજબૂત કરવો પડશે. મોદી સાહેબે જનતા પાસેથી બે વસ્તુ માંગીને કહ્યુ કે એક મતદાનના જેટલા રેકોર્ડ ગામમા કે બુથમા હોય તે બધા રેકોર્ડ તુટવા જોઇએ અને વધુ મતદાન કરવાનુ છે. બીજુ આ વખતે બધા પોલીંગ બુથ જીતવાના છે.
તમારો દિકરો આજે દેશના દસ વર્ષના રિપોર્ટ કાર્ડ લઇ ગુજરાત આવ્યો છે. તમે યાદ કરો દસ વર્ષ પહેલા આપણો દેશ લાખો કરોડોના ભ્રષ્ટાચારથી શર્મસાર હતો. કોંગ્રેસે જળ,થલ,નભ એમ સમુદ્ર થી આકાશ સુધી લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. દસ વર્ષમા ભાજપની સરકારે એક પણ ભ્રષ્ટાચાર કર્યાના સમાચાર સાંભળ્યા છે તેમ સવાલ પણ પુછયા. દસ વર્ષ પહેલા દેશની સરકારથી ગરીબોને વિશ્વાસ રહ્યો નોહતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લીકા અર્જૂન ખડગેએ ભગવાન રામ અને શિવના સબંધમા ખતરનાક નિવેદન આપ્યુ છે. હિન્દુ સમાજમા ભાગલા પાડવાનુ કામ કર્યુ છે રામ અને શિવ ભકતોમા ભેદ જોવે છે અને લડાવવા માગે છે.
તેઓએ વધુમા જણાવ્યું કે, કોંગ્રેસના શહજાદા કહે છે કે હું શક્તિનો વિનાશ કરીશ. જે શક્તિના ઉપાસક કરે છે તે તેમનો સ્વીકાર કરશે ?. જે શિવ અને રામને લડાવવા માગે છે તે કોંગ્રેસનો સ્વીકાર નહી કરે. અમે તો એ લોકો છીએ જેમને શિવજી સમક્ષ કમળ પુજા કરીને અમારુ માથુ કાપીને રાખી દીધુ હતું. કોંગ્રેસ રોંગ ડિલિવરી વાળી પાર્ટી છે. કોંગ્રેસ હવે એસ.સી. ,એસ.ટી.,ઓબીસી પાસેથી લઇ ધર્મના આધારે મુસલમાનોને આરક્ષણ આપવા માંગે છે. કોંગ્રેસે કર્ણાટકમા રાતો રાત ફતવો જાહેર કરી કહ્યુ કે કર્ણાટકમા જેટલા મુસલમાન છે તે ઓબીસી છે. ઓબીસી ક્વોટાને લુટવાનો ખેલ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પહેલી નજરમા મુસ્લીમ લીગની છાપ છે. કોંગ્રસેને ત્રણ પડકાર આપુ છું જો તેમનામા હિંમત હોય તો ચા વાળાના દિકરા જોડે લડે. પહેલો પડકાર કોંગ્રેસ લખીને બાહેધરી આપે કે ભારતના બંધારણમા કોઇ છેડછાડ નહી કરે,કોંગ્રેસ લખીને આપે કે બાબા સાહેબે જે આરક્ષણ આપ્યુ છે તેને ઘર્મના આધાર પર દલિતો,આદિવાસીઓ,ઓબીસી પાસેથી લુટી મુસલમાનોને આરક્ષણ નહી આપે અને ત્રીજો કે કોંગ્રેસ લેખિતમા બાંહેધરી આપે કે દલિતો,આદિવાસ,ઓબીસી અને ગરિબ સમાજને જે આરક્ષણ મળ્યુ છે તે ક્યારેય લુટશે નહી.મે કોંગ્રેસને 23 એપ્રિલે 3 ચેલેન્જ આપી હતી આજે 9 દિવસ થયા છે પરંતુ કોંગ્રેસ કોઇ નિવેદન આપતી નથી.
સંવિધાનની બાબતમા ભાજપ કમિટેડ છે. સંવિઘાન સાથે ચેડા કરનારી ગેંગને ખુલ્લી પાડીશ, ચોથી જૂને પરિણામ આવશે પછી ખુલ્લા પાડીશ. પહેલી વખત મતદાન કરનાર મતદારોએ કોંગ્રેસની સરકાર જોઇ નથી એટલે ગુગલમા સર્ચ કરી 2012 અને 2013ના છાપા વાંચજો.
આ ચૂંટણી મોદી મિશન માટે, મારૂ મિશન ભારતનું ઉજજવળ ભવિષ્ય: વડાપ્રધાન
કોગ્રેસે આ ચૂંટણી લોકતંત્રની નહી પણ ભગવાન શ્રી રામ સામે લડવાની ચૂંટણી બનાવી છે: નરેન્દ્રભાઇ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જણાવ્યું હતું કે, વડિલોએ આપેલી શિક્ષા,દિક્ષા અને સંસ્કારને સલામ કરુ છું કે તમે આપેલા સંસ્કારને કારણે ભારતનો ડંકો વાગી રહ્યો છે. મારા હ્રદયમા એક જ ભાવ છે બસ મારુ ભારત ,મારો પરિવાર. હું મોટા સંકલ્પ સાથે કામ કરી રહ્યો છું. 2024ની આ ચૂંટણી મોદીના મીશન માટે છે અને મારુ મીશન દેશના ઉજ્વળ ભવિષ્ય,દેશને આગળ લઇજવાનુ છે.
સરદાર સાહેબનુ અધુરુ રહી ગયુ તે ગુજરાતના તમારા સેવકે પુરુ કર્યુ છે. કોંગ્રેસના શાહી પરિવાર અને શહજાદાને ચેલેન્જ આપુ છું કે તેઓ હિંમત સાથે દેશવાસીઓ સમક્ષ આવીને કહે કે તે ઘારા 370 ફરી લાગુ કરશે કોંગ્રેસ દેશમાથી ન તો કલમ 370 અને ન તો સીએએ દુર કરી શકશે. કોંગ્રેસના સાંસદ દક્ષિણ ભારતને અલગ કરવાની વાતો કરે છે. કોંગ્રેસને વિભાજનની માનસિકતા વિરાસતમા મળી છે. કોંગ્રેસી છે જેને સત્તા માટે દેશનુ વિભાજનનો પણ સ્વીકાર કરી લીધો હતો.
તેઓએ વધુમા જણાવ્યું કે, મારા ગીરના શેરો દુનિયાની સામે ગર્જના કરે છે એ જો સરદાર સાહેબ ન હોત તો આપણી પાસે ન હોત. કોંગ્રેસ પાર્ટીને ગુજરાત માટે નફરત છે અને જો કોંગ્રેસ સત્તામા આવી તો દેશ અને ગુજરાત માટે ખતરનાક સ્થિતિ ઉભી કરશે. ભારત સરકાર પાસે માહીતી નો હતી કે ભારત પાસે કેટલા દ્રીપ છે. મારી સરકારે સેટેલાઇટથી સર્વે કરાવ્યો અને દેશની આજુબાજુ 1300 થી વઘારે દ્રીપ છે જેમા કેટલા દ્રીપતો સિગાંપુરથી પણ મોટા છે. હું આવા દ્રીપને વિકસીત કરવાનુ કામ કરીશ. કોંગ્રેસનુ ચાલતુ તો હિમાલયનો પણ સોદો કરી શકે. કોંગ્રેસ જયાં સુધી સત્તામા રહી દેશની સુરક્ષા દાવ પર લાગી હતી.
તેઓએ વધુમા જણાવ્યું કે, કોંગ્રેસ વાળા મોહબ્બતની દુકાન ખોલી ફરજી માલ વહેચે છે. કોંગ્રેસ તેનો નકાબ ઉતારી અસલી રંગમા આવી ગઇ છે. કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામા રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા આવવાનુ નિમંત્રણ ફગાવ્યુ. કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યુ છે કે તેમનો હેતુ ભગવાન રામને હરાવવાનો છે. સમાજમા ભાગલા પાડવાનુ કામ કોંગ્રેસ કરે છે. કોંગ્રેસે આ ચૂંટણી લોકતંત્રની નહી પણ ભગવાન શ્રી રામ સામે લડવાની ચૂંટણી બનાવી છે. ભગવાન રામને હરાવી તે કોને જીતાડવા માગે છે તે કોંગ્રેસ જણાવે. કોંગ્રેસ માટે ચૂંટણી જીતવાનો નહી પણ તેનો વજુદ બચાવવા લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તફાવત સ્પષ્ટ છે કે કોંગ્રેસ માટે ત્રુષ્ટીકરણ બધુ છે ભાજપ માટે સંતુષ્ટીકરણ બધુ છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પણ હથેળીમા ચાંદ બતાવવા જેવી વાત છે.
ભાજપા સરકારે માચ્છીમારોને ખેડૂતોની જેમ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપી.અમે સુત્રાપાડા,નવલબંદર અને વેરાવળ પોર્ટનો વિકાસ કરી રહ્યા છીએ. અમારો સંકલ્પ છે કે માચ્છીમાર ભાઇ-બહેનોને વિમા કવરેજ મળે અને તેમા વધારો થાય. જળ જીવન મિશનથી માતા-બહેનોને માથે બેડલા લઇ બે- બે કિમી દુર જવુ પડતુ હતું તે મોદીએ બંધ કરાવ્યું. આદિવાસી ખેડૂત ત્રણ પાક ઉગાડી શકે તેની વ્યવસ્થા કરી છે. સોમનાથથી ભાવનગર નેશનલ હાઇવે પર કામ ચાલી રહ્યુ છે. જૂનાગઢ જીલ્લામા ટુરીઝમની મોટી તાકાત છે. દસ વર્ષની ઉપલબ્ધી, પાંચ વર્ષનો સંકલ્પ,25 વર્ષનુ વિઝન સાથે અમે દેશવાસીઓ સમક્ષ આવ્યા છીએ. મારુ સ્વપ્ન છે કે તમારા વાહનના પેટ્રોલ અને ઘરનુ વિજળી બીલ ઝીરો કરવું. સાતમી મેએ વધુમા વધુ મતદાન કરવાનો પ્રયા કરજો. મત આપવા જાવ ત્યારે થાળી વગાળતા સર્ઘષ સાથે લોકશાહીના પર્વનો ઉત્સવ કરજો.