ઉનાળાની સીઝન શરૂ થતા જ લોકો કયાંક ઠંડા વાતાવરણમાં ફરવા જવાનું વિચારે છે.આવા સમયમાં બે-ત્રણ દિવસની રજા મળતાં જ લોકો પહાડો તરફ દોડી જાય છે. જેના કારણે ઘણી વખત હિલ સ્ટેશનો પર એટલી ભીડ હોય છે કે ત્યાં ફરવા જવાનું મુશ્કેલ બની જાય છે.આવા સમયમાં આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરો જ્યાં ભીડ પણ ઓછી જોવા મળે છે અને સુંદરતાથી ભરપુર જગ્યાઓ છે. ઉનાળામાં રાહત મેળવવા દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો વધારે પ્રમાણમાં ફરવા જવાનું પસંદ કરે છે. જેના લીધે આ જગ્યાઓ પર એટલી ભીડ હોય છે કે કેટલીકવાર અડધી મુસાફરી તો ટ્રાફિકમાં જ પસાર કરવી પડે છે. જો તમે પણ ઉનાળાની ગરમીથી છુટકારો મેળવવા માટે કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો, જ્યાં શાંતિ હોય અને તમે ભરપૂર આનંદ પણ લઈ શકો, તો આ સ્થળ પર ફરવા જવાનું પસંદ કરો.

તવાંગTawang, the Land of the Monpas

તવાંગ ભારતનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તવાંગના બૌદ્ધ મઠ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત છે. સાહસ પ્રેમીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે. જ્યાં તમે ટ્રેકિંગ, હાઇકિંગ, સ્કીઇંગ અને નેચર વોક જેવી અનેક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. તવાંગની મુલાકાત લેવા માટે સારો સમયગાળો ઉનાળાનો છે.

સ્પિતિ

A visit to Spiti Valley — The Wonder Land..!! | by Hetali Patel | Invincible NGO

સ્પિતિ એક ફરવા માટેની સુંદર જગ્યા છે. હિમાચલના અન્ય સ્થળો જેટલી ભીડ અહીયા જોવા મળતી નથી. સ્પિતિ વેલી દેશની સૌથી સુંદર અને ઠંડી જગ્યાઓમાંથી એક છે. આ જગ્યા પર આવીને તમે વિશ્વનો સૌથી જૂનો મઠ જોઈ શકો છો. પહાડોની સાથે અહિયાં તળાવો પણ રંગ બદલતા રહે છે. આ જગ્યાએ મે મહિનામાં સરેરાશ તાપમાન 18 થી 25 ડિગ્રીની વચ્ચે રહે છે.આ સ્થળ પરનું વાતાવરણ શાંતિ ભર્યું છે.

મેઘાલય

The Ultimate Guide to the Best Time to Visit Meghalaya

 

મેઘાલય આવીને તમને એવું નહીં લાગે કે તમે ભારતમાં બીજે કયાંય ફરવા જાવ.કારણ કે આ શહેર તેની સુંદરતાની સાથોસાથ સ્વચ્છતા માટે પણ ખુબ જાણીતું છે. અહિયાં દરેક ટૂંકા અંતરે ધોધ છે અને દરેક ધોધ ખૂબ જ સુંદર છે. ઉનાળામાં મેઘાલયનો જવાનો પ્લાન પરફેક્ટ છે. જ્યારે તમે આ સ્થળનો ભવ્ય નજારો નજીકથી જોશો ત્યારે તમને ખુબ મજા આવશે. આ જગ્યા પર આવવાનું અને એશિયાનું સૌથી સ્વચ્છ ગામ જોવાનું ભૂલતાં નહીં.

મહાબળેશ્વર

Places To Visit In Mahabaleshwar | Best Tourist Spots

 

મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું મહાબળેશ્વર પણ એક અનોખું સ્થળ છે. જ્યાં તમે જઈને ગરમીમાંથી રાહત મેળવી શકો છો. આ મહારાષ્ટ્રના સૌથી ફેમસ ફરવાના સ્થળો છે. સુંદર ખીણો, વહેતા ધોધ, લીલાછમ વૃક્ષો અને સ્વચ્છ તળાવો આવેલા છે જે મહાબળેશ્વરની સુંદરતામાં વધારો કરે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.