શું તમારે પણ એવું થાય છે કે પરફ્યુમની અડધી બોટલ ખાલી કરવા છતાય સુંગધ હવામાં ઉડી જાય છે અથવા શું તમે પણ તમારા ઝડપથી વિલીન થતા અત્તરની સુગંધને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગો છો? આવો અમે તમને આ લેખમાં આનાથી સંબંધિત 5 ટિપ્સ જણાવીએ છીએ, જેને અપનાવવાથી તમે પરફ્યુમનો સાચો ઉપયોગ જાણી શકશો અને તેની સુગંધ પણ લાંબા સમય સુધી ટકી રહેશે.
આજકાલ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ પરફ્યુમનો ઉપયોગ કરે છે. ઉનાળાની ઋતુમાં જ્યારે વધુ પડતા પરસેવાથી શરીર અને કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે ત્યારે તેની જરૂરિયાત વધુ વધી જાય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો મુશ્કેલીમાં હોય છે કે તેઓએ સૌથી મોંઘા પરફ્યુમ વાપરવા ચતાય સુંગધ ઉડી જાય છે. આવી સ્થિતિમાં, તેનો સાચો ઉપયોગ જાણવો જરૂરી છે, જેથી પરફ્યુમ ગમે તેટલું છાંટવામાં આવ્યું હોય, તેની સુગંધ દિવસભર રહે.
બાથરૂમમાં પરફ્યુમ ન રાખો
બાથરૂમમાં પરફ્યુમથી દૂર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે, જો તમે પણ બાથરૂમમાં પરફ્યુમ સ્પ્રે સ્ટોર કરો છો, તો ભેજવાળી હવાને કારણે, સુગંધ નબળી પડી જાય છે અને 1-2 કલાક પણ ટકી શકતી નથી.
વેસેલિનનો ઉપયોગ
લાંબા સમય સુધી પરફ્યુમની સુગંધ જાળવી રાખવા માટે વેસેલિનનો ઉપયોગ પણ ખૂબ જ સારો છે. તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા તમારા પલ્સ પોઈન્ટ્સ પર વેસેલિનનું લેયર લગાવો અને ત્યાર બાદ જ પરફ્યુમનો ઉપયોગ કરો. આ સાથે, આ સુગંધ લાંબા સમય સુધી રહેશે.
મોઇશ્ચરાઇઝર લગાવો
જો પરફ્યુમ લગાવતા પહેલા મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી સુગંધ લાંબા સમય સુધી ટકી રહેશે અને તમે તાજગીભર્યા રહેશો.
પરફ્યુમની બોટલને હલાવો નહીં
ઘણા લોકો પરફ્યુમની બોટલને ખૂબ હલાવ્યા બાદ લગાવતા હોઈ છે, જો તમને પણ આ આદત હોય તો આવું કરવાનું ટાળો. આનાથી તમે ન માત્ર તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકશો પરંતુ તેની ગુણવત્તા પણ અકબંધ રહેશે.
પરફ્યુમ લગાવ્યા પછી આ કામ ન કરો
પરફ્યુમ લગાવ્યા પછી ઘણા લોકોને શરીરના તે ભાગ પર ઘસવાની આદત હોય છે. તમને જણાવી દઈએ કે આ તેની સુગંધ પણ ફેલાવે છે અને ટૂંક સમયમાં જ તેનો ફરીથી ઉપયોગ કરવાની જરૂર અનુભવવા લાગે છે.