- અહો આશ્ચર્યમ: માન્યામાં ન આવે તેવી અનોખી સિધ્ધિ
- હર્ષ હર્ષના નાદ સાથે જૈન મુનિ ડો.અજિતચંદ્રસાગરજી મહારાજને સહસ્ત્રાવધાનીની પદવી એનાયત
મુંબઇના વરલી ખાતે જૈન મુનિ ડો. અજિતચંદ્રસાગરજી મહારાજે એક હજાર જેટલી જુદી જુદી માહિતીઓ, ગાણિતિક કોયડાઓ સ્પર્શ તથા શ્રવણ અનુભૂતિઓ ઝીલ્યા બાદ તેને યથાતથ રજુ કરી બતાવી હતી. તથા કોયડાઓ અને પાદપૂર્તિ ઉકેલી આપીને એક હજાર જેટલી માહિતીઓ અને સામગ્રીઓનો પ્રત્યુતર આપી સહસ્ત્રવધાનની અજાયબ અને માન્યામાં ન આવે તેવી સિઘ્ધિ હાંસલ કરી હતી. ભારતીય જૈન શાસનના ઇતિહાસમાં 650 વર્ષ બાદ ગઇકાલે મુંબઇમાં પહેલી વખત આ શકવર્તી સહસ્ત્રોવધાન સિઘ્ધ થતાં જૈનાચાર્ય ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજ સાહેબને સહસ્ત્રાવધાનીનું બિરૂદ અપાયું હતું. આ શુભ અવસરે એકત્ર થયેલી આઠ હજારની જનમેદનીએ જિનશાસનના જય જયકાર સાથે સાધના બળ થકી આલેખેલી આ યશગાથાને બિરદાવી હતી.
16મી સદીમાં ગણિ મુનિ સુંદરજી મહારાજે જહાંગીરના દરબારમાં આવું સહસ્ત્રાવધાન કર્યાનો ઉલ્લેખ છે તે પછી મુંબઇમાં ગઇકાલે આ ઐતિહાસિક અવસર યોજાયો હતો. મુંબઇના વરલી ખાતેના સરદાર પટેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ઐતિહાસિક સહસ્ત્રવધાનના પ્રયોગના સાક્ષી બનવા માટે વિવિધ ક્ષેત્રોના વિવિધ સમાજોના પ્રબુઘ્ધ નાગરીકો પણ બહોળી સંખ્યામાં ઉ5સ્થિત રહ્યા હતા. અને તેમણે નજરોનજર આજના જમાનામાં ચત્મકાર જ લાગે તેવો આ પ્રયોગ નિહાળ્યો હતો. જો કે, ખુદ જૈનમૂનિ શ્રી ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજે કહ્યું હતું કે, આ પ્રયોગમાં ચત્મકારનું કોઇ તત્વ નથી પરંતુ માત્રને માત્ર સાધના થકી તેમણે આ ક્ષમતા હાંસલ કરી છે. અને ભારતના લાખો બાળકોને જો નાનપણથી જ તાલીમ આપવામાં આવે તો તેઓ પણ તેમના માનસિક, બૌઘ્ધિક શકિતઓને નિદર્શિત થાય છે. તેના કરતાં અનેકગણી વધારીને અભ્યાસ બાદ જુદા જુદા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકે છે. સમગ્ર કાર્યક્રમમાં મુનિ. ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજ સાહેબના ગુરુ પુજય આચાર્ય નયચંદ્રસાગરસુરિશ્વરજી મહારાજ ઉપરાંત ગચ્છાધિપતિ નરદેવ સાગર સુરિશ્ર્વરજી સહિત અનેક આચાર્ય ભગવંતો તથા સાઘ્વીજીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
જૈન સાધુ ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજે સહસ્ત્રવધન તરીકે ઓળખાતી સહસ્ત્રવધન વસ્તુઓને યાદ કરવાની અનોખા સિઘ્ધ હાંસલ કરીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યુ છે. તેમણે સ્થળ પર જ 1000 વસ્તુઓ યાદ કરી હતી. આ અસાધારણ સિઘ્ધી સાકાર થઇ, ઘ્યાન અને એકાગ્રતા કેળવાયેલા માનવ મનની અમર્યાદિત ક્ષમતા હોય છે. ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજની આ શિખર સુધીની સફર શતાવધાન (100 વસ્તુઓને યાદ રાખવા) થી શરુ થઇ, દિવશતાવધન (ર00 વસ્તુઓ) સુધી આગળ વધી અને અંતે મહાશતાવધન (પ00 વસ્તુઓ)માં નિપુણતા મેળવી.
આ કાર્યક્રમમાં મનોરંજન, કાયદા અમલીકરણ, કોર્પોરેટ, મેડીકલ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોના મહેમાનોની વિશિષ્ટ હસ્તીઓની ઉ5સ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, કૌશલ્ય રોજગાર,: ઉઘોગ સાહસિકતા અને નવીનતા સરકારના મંત્રી મહારાષ્ટ્ર મંગલ પ્રભાત લોઢા અને જાણીતા દિગ્દર્શક સુભાષ ઘાઇ પણ ઉ5સ્થિત રહ્યા હતા.
ડો. અજિતચંદ્ર મહારાજને 1000 અવધાન પર્ણ કરવા પર હાઇકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ ટેડેટ દ્વારા સહસ્ત્રવધનીનું બિરૂદ આપવામાં આવ્યું હતું. જે 650 વર્ષોમાં સિઘ્ધ થયું હતું. આચાર્ય નયચંદ્ર સાગર સુરીશ્ર્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ, તેમણે નાનપણથી જ યાદ રાખવાની અસાધારણ કૌશલ્ય દર્શાવ્યું હતું. જે ઐતિહાસિક સહસ્ત્રવધન 1000 અવધાનમાં પરિણમ્યું.
આ કાર્યક્રમમાં પડકારજનક ગણિતના પ્રશ્નો, અવતરણો અને કવિતાઓ સહિત વિવિધ પ્રશ્નોની યાદી હતી. જે તમામના ડો. અજીતચંદ્ર સાગરજી મહારાજે વ્યાપકપણે જવાબ આપ્યા હતા. ઘટનાનું એક રસપ્રદ પાસું સંયુકત ઘ્યાન હતું. જયાં તેની આસપાસ 1પ એક સાથે પ્રક્રિયાઓ થઇ હતી. જે તેના અસાધારણ ઘ્યાન અને જ્ઞાનાત્મક પરાક્રમને દર્શાવે છે.
આજનો દિવસ માત્ર મારી યાત્રામાં નહીં, પરંતુ માનવ સિઘ્ધિના ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિન્હરૂપ છે: ડો.અજિતચંદ્ર સાગરજી મ.સા.
સહસ્રવધાની ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજે કહ્યું, “આજનો દિવસ માત્ર મારી યાત્રામાં જ નહીં, પરંતુ માનવ સિદ્ધિના ક્ષેત્રમાં પણ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. સહસ્રવધન પૂર્ણ કરવું, સ્થળ પર 1000 વસ્તુઓ યાદ રાખવી એ મારા સમર્પણ અને શક્તિની ઊંડી પરીક્ષા છે. ધ્યાનથી હું આ સિદ્ધિથી મેળવી શક્યો છું અને મારા ગુરુના માર્ગદર્શન અને મારી સાથે આ ક્ષણની ઉજવણી કરનારા તમામના સમર્થન માટે આભારી છું.” સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશન કર્ણાટકના કુર્ગમાં સ્થિત જીરાવાલા ધામ, જૈન મંદિર અને સરસ્વતી માતા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરે છે.
મુનિશ્રી એક જ આસન પર સતત 11 કલાક બેઠા
વહેલી સવારે આઠ વાગ્યાના અરસામાં કાર્યક્રમ શરુ થયો હતો. અને સાંજે આશરે સાડા છ વાગ્યાની આસપાસ તેની પુર્ણાહુતિ થઇ હતી. આ સમગ્ર સમય દરમિયાન જૈન મુનિશ્રી ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજે એક જ આસન જાળવી રાખ્યું હતું. ઓડિયન્સમાંથી અન્ય કેટલાક લોકોએ અવર જવર કરી પાણી માટે કે અન્ય કોઇ કાર્ય માટે ઉભા થયા, વાતો કરી પરંતુ આચાર્યશ્રી એકદમ સ્થિર આસન જાળવી રાખી એક ઘ્યાન લગાવી બેઠા હતા. અને સમગ્ર કાર્યક્રમ જાણે કે રિપ્લે કરી આપ્યો હતો. લોકો ભૂલી જતા હતા અને પ્રશ્નો ફરીથી બોલવા રજુઆત કરેલ. આ તબકકે લોકોને અહેસાસ થયો કે આપણે તો સાંભળી જોઇને લખવાનું છે છતાં પણ બે ઘડી પહેલાની વાત ભૂલી જાય છીએ તો મુનિશ્રીએ તો કલાકો પહેલા રજુ થયેલી તમામ વિગતોને યાદ રાખી હતી.
મહારાષ્ટ્રની શાળાના અભ્યાસક્રમમાં સરસ્વતિ સાધનાનો સમાવેશ કરાશે: એકનાથ શિંદે
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આ નોંધપાત્ર સિદ્ધિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “આજે આપણે સરસ્વતી સાધનાના અદ્ભુત સિદ્ધિના સાક્ષી છીએ. મહારાષ્ટ્રમાં સહસ્રવધાન કરાવવા અને તેને પ્રેક્ષકો માટે જીવંત કરવા માટે હું મુનિજીની પ્રશંસા કરું છું. સાધના તમામ ક્ષેત્રોમાં બધા માટે મહત્વપૂર્ણ છે. હું ઈચ્છું છું કે ટૂંક સમયમાં રાજ્યની શાળાઓમાં સરસ્વતી સાધના શરૂ કરાશે. જેનાથી વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની મદદ મળશે અને તેઓ આગળ સફળ થવા માટે પ્રોત્સાહિત થશે.”
માહિતીલક્ષી પ્રશ્નો પૂછાયા
પાંચ કે સાત શબ્દોમાં કોઇ પ્રશ્ર્ન પૂછવાનો હતો. જેમ કે મહાવીર સ્વામીના માતાનું ચોથું સપનું કર્યુ હતું. આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર કોણ હશે. આવી જ રીતે જૈન કે અજૈન ધર્મગ્રંથોના નામ રજુ કરવાના હતા. જેમાં ઉપસ્થિત લોકોએ રામાયણ, કલ્પસૂત્ર, બારસા સૂત્ર, સમયસાર સહિતના નામો રજુ કર્યા હતા. પવિત્ર નદી, પર્વત, તીર્થ સ્થાનનાં પણ નામ પૂછાયા હતા. જેમાં કૈલાસ પર્વત, ગંગોત્રી, પાલીતાણા, તીરૂપતિ, મેરૂ પર્વન, ત્રિવેણી સંગમ સહિતના નામ રજુ થયાં હતા. સુવાકય કે કહેવતમાં સત્યમ શિવમ સુંદરમ, ક્ષમા વિરસ્ય ભૂષણમ, જયનમ જયતી શાસનમ, જેસી કરની વેસી ભરની, હશે તેનું ઘર વસે વગેરે માહીતી રજુ થયેલ. અન્ય પ્રશ્નોમાં દેશના દાનવીર અને વિજ્ઞાનીઓના નામ, ગુજરાતી ભાષાના શબ્દો, વિદેશી ભાષાના કેટલાક શબ્દો, દેશનાં નામ, ભારતના રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ, આગમ ગ્રંથોના નામ, સંસ્કૃત શબ્દો, ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ, ભગવાનના નામ લાંછન (પ્રતિક) નો પણ સમાવેશ થયો હતો. લોકોને ગુજરાતી તથા અંગ્રેજી કેલેન્ડરના મહિનાઓના નામ આપવા જણાવાયું લોકોએ જુલાઇ પછી વૈશાખ પછી ચૈત્ર પછી શ્રાવણ પછી જાન્યુઆરી એમ આડાઅવળા ક્રમમાં બાર નામ આપ્યાં હતા. થોડાક ગુજરાતી અને થોડાક અંગ્રેજી મહિનાઓના અને તે પણ આડા અવળા ક્રમમાં ઓડિયન્ના જુદા જુદા ભાગોમાંથી બોલાયેલા નામ કલાકો બાદ જવાબ આપતી વેળાએ મુનિશ્રી ડો. અજિતચંદ્ર સાગરજી મહારાજએ કોઇ ભૂલચૂક વિના બોલી બતાવ્યાં હતા.