- એફ.એમ. રેડિયોની 101 નંબરની ફિકવન્સી પર કરાચી પાકિસ્તાનનો એફ.એમ. પકડાતા લોકોમા અવઢવ
ખંભાળીયા દ્વારકા તથા જામનગર વિસ્તાર દરિયાઈ દ્રષ્ટીએ પાકિસ્તાનની નજીક હોય અહી દ્વારકા ખંભાળીયા જામનગર વિ.સ્થળે ટી.વી.માં જયારે ડીસ સીસ્ટમ ન હતી અને એન્ટેના હતુ ત્યારે ટી.વી. રીલે કેન્દ્રો નંખાયા હતા જેથી કરીને પાકિસ્તાન ટીવી અહી ના આવે પણ હવે એન્ટેના નો જમાનો નથી ડીસ તથા હવે તો વાઈફાઈ ટીવી સ્માર્ટ ટીવી આવી ગયા છે. ત્યારે કેટલાક સમયથી અહી એફ.એમ. રેડીયોમાં 101 નંબર પર કરાંચી પાકિસ્તાનનો એફ.એમ. રેડીયો શરૂ થતા ભારે ચર્ચા જાગી છે.
નવાઈની વાત છે કે પાકિસ્તાન ભુખમરો બેકારી અને કંગાળીયતમાં છે ત્યારે તેનું એફ.એમ. સ્ટેશન ટેકનોલોજીવાળુ કેવું કે છેક 400 કી.મી. દૂર અહી સ્પષ્ટ આવે છે. જયારે જામનગર 60 કીમી દૂર છે ત્યાંનું 91.90 સ્ટેશન આવતું નથી !!
કાર તથા એફ.એમ.રેડીયોમાં સ્પષ્ટ આવતી પાકિસ્તાનની આ રેડીયો ફીકવન્સી પાછી ભારતના દૂરદર્શનના રેડીયો 101ની ફીકવન્સી નજીક હોય આ ભારતનું સ્ટેશન પણ હવે આવતું નથી પાકિસ્તાનનું એફ.એમ. રેડીયો સ્ટેશન ચોખ્ખુ આવતા ભારે ચર્ચા જાગી છે. પાકિસ્તાનનું સ્ટેશન 102 પર આવે છે. ભારતનું દૂરદર્શન 100.09 પર આવે છે. તે પણ જોગાનુજોગ છે ??