1986 એ વર્ષ હતું જ્યારે
1986 એ વર્ષ હતું જ્યારે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો હતો. થોડો વરસાદ થયો હોવાના કરને પાંચ લાખ લોકોની તરસ છીપાવવું પૂરતું નહોતું.
1986 એ વર્ષ હતું જ્યારે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડ્યો હતો. ફેબ્રુઆરી 1986 સુધીમાં, આજી, ન્યારી અને લાલપરી ડેમ સુકાઈ ગયા હતા.ભારતની પ્રથમ વોટર ટ્રેન 2 મે 1986ની સવારે 3.7 લાખ લિટર પાણી વહન કરીને 200 કિલોમીટરનું અંતર કાપીને રાજકોટ પહોંચી હતી.
આ સમયગાળામાં રાજ્ય મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી જયારે પાણી પુરવઠા મંત્રી વલ્લભભાઈ પટેલ ફરજ બજાવતા હતા. ટંકારા ધારાસભ્યના પદ વલ્લભભાઈ પટેલ ફરજ બજાવતા હતા. વલ્લભભાઈ પટેલને રાજકોટ પ્રત્યે અનોખો લગાવ હતો.
વજુભાઈ વાળા “પાણીવાળા મેયર “
ભાજપના નેતા અને રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન કોર્પોરેટર જનક કોટકે જણાવ્યું હતું કે તે સમયે અમારી પાસે બહારથી પાણી લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સુંદરનગર અને મિતાણામાં કેટલાક ટ્યુબવેલ હતા. ત્યાંથી 1000 ટેન્કરો ભરવામાં આવી રહ્યા હતા. હલવાન તાલુકાના લોકોએ મદદની ઓફર કરી હતી, પરંતુ તે 100 કિલોમીટર દૂર હતું. રાજકોટના મેયર વજુભાઈ વાળાએ રાજ્ય સરકારને કેટલાક અલગ પગલાં ભરવા જણાવ્યું હતું.આ કામગીરી બદલ વજુભાઈ વાળાને “પાણીવાળા મેયર “તરીકેનું બિરુદ આપવામાં આવ્યું હતું.
ગુજરાતના નિવૃત્ત મુખ્ય સચિવ અને પાણી પુરવઠા વિભાગના તત્કાલીન સંયુક્ત સચિવ પરવીન લહેરીએ જણાવ્યું હતું કે અમરસિંહ ચૌધરીની ગુજરાત સરકારે રાજકોટમાં વોટર ટ્રેન મોકલવાનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત ગાંધી નગરના ટ્યુબવેલમાંથી પાણી એકત્ર કરીને 220 કિલોમીટર દૂર રેલ્વે દ્વારા રાજકોટ મોકલવામાં આવ્યું હતું. તેવી જ રીતે ધાતરવાડી ડેમ પર પંપ લગાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પાણી ભરીને 200 કિલોમીટર દૂર અમરેલી પહોંચાડવામાં આવ્યું હતું. રેલ નગર વિસ્તારમાં કામચલાઉ સમ્પ બનાવવામાં આવ્યો હતો, જ્યાંથી પાણી ભરીને વાહનોમાં લઈ જવામાં આવતું હતું. કેટલાંક અઠવાડિયાની તૈયારી પછી આખરે 2 મે 1986ના રોજ એ દિવસ આવ્યો. તે સમયે યુદ્ધ જેવી સ્થિતિ હતી. દરરોજ છ ટ્રેનો પાણી લઈને શહેરમાં આવતી હતી અને ત્યારબાદ ટેન્કરો દ્વારા પાણી આજી અને ન્યારી સુધી લઈ જવામાં આવતું હતું. આ ક્રમ સતત ચાલુ રહેશે અને પછી આ સમ્પમાંથી પાણી સ્થાનિક રહેવાસીઓને પૂરું પાડવામાં આવશે. રાજકોટના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એસ જગદીસને ટેન્કરોની કામગીરી પર નજર રાખવા માટે ચાર સભ્યોની ટીમ બનાવી હતી.
આજથી 3૮ વર્ષ પહેલાનું રાજકોટ
દરરોજ છ ટ્રેનોમાં 30 લાખ લિટર પાણી લાવવામાં આવતું હતું. દરેક મકાનમાલિક માટે 90 લિટર પાણીનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. ટેન્કરો શેરીની ગોળાઈ પર ઉભા રહેતા અને સ્થાનિક રહેવાસીઓ લાઇનમાં ઉભા રહીને પાણી ભરતા હતા. તો આ હતું આજથી 3૮ વર્ષ પહેલાનું રાજકોટ.