- અમેરિકા પોલીસે ગોલ્ડી બ્રારની હત્યાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
- ફ્રેસ્નો પોલીસ ડિપાર્ટમેન્ટ, કેલિફોર્નિયાએ કહ્યું કે આ સમાચાર સાચા નથી
- પોલીસે દાવો કર્યો છે કે માર્યા ગયેલો યુવક આતંકવાદી ગોલ્ડી બ્રાર નથી.
નેશનલ ન્યૂઝ : અમેરિકામાં સિદ્ધુ મૂઝવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે કેલિફોર્નિયાના ફ્રેસ્નો પોલીસ વિભાગે આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. પોલીસે કહ્યું કે અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે ગોલ્ડી બ્રારની હત્યા સંબંધિત આ સમાચાર બિલકુલ સાચા નથી.
કેલિફોર્નિયામાં ગોળીબારની ઘટનામાં પંજાબી સિંગર મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારએ જીવ ગુમાવ્યો નથી
-IANS ન્યુઝ એજન્સી નો ધડાકો ગોલ્ડી બ્રાર નહીં હોવાનું યુએસ પોલીસે પુષ્ટિ કરી હોવાનું ‘X પર જણાવ્યું: અફવા ફેલાઈ તે સાચું નથી. પીડિત ચોક્કસપણે ગોલ્ડી નથી
અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબારની ઘટનામાં પંજાબી સિંગર મુસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રાર નહીં હોવાનું યુએસ પોલીસે પુષ્ટિ કરી હોવાનું ‘X’ પર જણાવ્યું છે. અમેરિકન પોલીસના લેફ્ટનન્ટ વિલિયમ જે. ડુલઈને ટાંકી ને IANS એ જણાવ્યું છે કે, “જો તમે ગોળીબારનો ભોગ બનેલ ગોલ્ડી બ્રાર’ હોવાનો દાવો કરતી ઓનલાઈન ફેલાયેલી અફવાહને કારણે પૂછપરછ કરી રહ્યાં છો, તો અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે આ બિલકુલ સાચું નથી.”
તેમણે વધું માં જણાવ્યું હતું કે “સોશિયલ મીડિયા અને ઓનલાઈન ન્યૂઝ એજન્સીઓ પર ખોટી માહિતી ફેલાવવાના પરિણામે અમને આજે સવારે વિશ્વભરમાંથી પૂછપરછ મળી છે. અમને ખાતરી નથી કે આ અફવા કોણે શરૂ કરી હતી, પરંતુ તે જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. પરંતુ ફરીથી તે સાચું નથી. પીડિત ચોક્કસપણે ગોલ્ડી નથી.”