- મોબાઈલ નંબરની વાસ્તવિક જીવનમાં અસર
પ્રાચીન માનવીય અને ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ અને અંક વિજ્ઞાનનું આદિ કાળથી મહત્વ રહ્યું છે દરેક વ્યક્તિના જીવનમાં ભાગ્યનું ખૂબ મહત્વ હોય છે. અંકવિજ્ઞાન એટલે કે ન્યુમેરોલોજી ના વિવેક પૂર્વક ઉપયોગથી સુતેલા ભાગ્ય ને જગાડી શકાય છે અને કોઈપણ સંઘર્ષ કરનાર વ્યક્તિ ભાગ્યોદય પ્રાપ્ત કરી શકે છે .
જાણીતા ન્યુમેરોલોજિસ્ટ માસ્ટર જીનલ ના મતે દરેક વ્યક્તિના જીવન માં અંક નું મહત્વ હોય છે . અંકકુંડલી સાથે મોબાઈલ નંબરોનો વિશેષ સંબંધ છે અને તે જીવનમાં ખૂબ જ અસર કરે છે . મોબાઈલ નંબર આપણા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે મોબાઇલ 24 કલાક આપણી સાથે જ હોય છે.
આપણી જન્મતારીખ,મૂળાંક અને ભાગ્યાંક આપણે નથી બદલી શકતા પણ આપણી આજુબાજુ રહેતા આંકડાઓ ને આપણે બદલી શકીએ છીએ અને અંકો ની શક્તિને આપણે અનુભવી શકતા હોઈએ છીએ. કાર નંબર, હાઉસ નબર, મોબાઇલનો પિન નંબર આ બધા નંબરો જીવન માં અસર કરે છે .આ બધા નંબરની ઊર્જા 24 કલાક આપણી આજુબાજુ હોય છે .
મોબાઈલ ન્યુમોરોલોજી માં નંબર અલગ અલગ પેટર્ન થી આવતા હોય છે .જો તે સારી અને સાચી પેટર્નથી આવે તો તેની રીલેશનશીપ અને કારકિર્દી, પૈસા, તબિયત પર ખૂબ સારી અસર પડતી હોય છે પરંતુ જો ખોટી પેટર્ન થી નંબર આવતાં હોય તો તેની વિપરીત અસર પણ પડે છે. જાણીતા ન્યુમેરોલોજિસ્ટ MasterJinals ના મતે મોબાઈલ ન્યુમોરોલોજી નું વિશેષ મહત્વ છે અને તે નંબરો ની જીવનમાં ખૂબ જ અસર જોવા મળે છે તો તેના માટે શું શું કરવું તથા તેના ઉપાયો આજના એપિસોડના પ્રસારણમાં વિગતવાર જણાવેલ જે આજે સાંજે 7: 30 કલાકે પ્રસારિત થશે.
અંક “1” સૂર્ય નો નંબર છે. જો તમારા મોબાઈલ નંબર માં અંક 1 બે થી વધારે વખત આવતો હોય તો કોમ્યુનિકેશન પર અસર જોવા મળે છે. ઈગો પણ ઘણી વાર વધી જતો હોય છે.
અંક “2” ચંદ્ર નો નંબર છે. મોબાઇલ નંબરમાં અંક 2 બે થી વધુ વખત આવતો હોય તો તમારા માં ઇમોશન અપડાઉન થતાં રહે છે . તમારા માં મૂડસ્વિંગ ની અસર જોવા મળે છે .
અંક “3” ગુરુ નો અંક છે. મોબાઇલ નંબરમાં અંક 3 બે થી વધુ વખત આવે તો તેવા વ્યક્તિને જ્ઞાન લેવાની બોવ ઈચ્છા થાય છે .તેનો સ્વભાવ ઓવર ટ્રસિ્ંટગ થઈ જાય છે.
અંક “4” રાહુ નો નંબર છે. મોબાઇલ નંબરમાં અંક 4 બે થી વધુ વખત આવે તો માથાનો દુખાવો અને કામમાં અડચણ આવે છે .
અંક “5” બુધનો અંક છે. મોબાઇલ નંબરમાં અંક 5 નો અત્યારે ટ્રેન્ડ છે ત્યારે લોકો 555, 55 જેવા નંબર લેવાનું પસંદ કરતાં હોય છે પણ આની વિપરીત અસર જીવન માં થતી હોય છે.
અંક “6” શુક્રનો અંક છે. મોબાઇલ નંબર માં 3 થી 4 વખત 6 નંબર આવતો હોય તો જીવન માં લગઝરી ખૂબ વધી જાય છે અને બ્રાન્ડ પાછળ વધુ ખર્ચ થતો હોય છે.
અંક “7” કેતુનો અંક છે. મોબાઇલ નંબરમાં 7 નંબર બે થી વધુ વખત આવે તો તેવા લોકો આધ્યાત્મિક ગ્રોથ કરે છે .તેને વિચારો ખુબ વધુ પ્રમાણ માં આવતા હોય છે જેને લીધે હેલ્થ પર અસર કરે છે .
અંક “8” શનીનો અંક છે. મોબાઇલ નંબરમાં 8 નંબર બે કે વધુ વખત આવે તો તે નુકશાન કારક છે અને ચોક્કસ થી આવો મોબાઈલ નંબર બદલવો જોઈએ.
અંક “9” મંગળનો અંક છે. મોબાઇલ નંબર માં 9 બે કે તેથી વધુ વખત આવે તો તેવા લોકોના જીવન માં કરજ વધી શકે છે , ચામડીને લાગતા રોગ થઈ શકે છે .
માસ્ટર જીનલ ના મતે મોબાઈલ નંબર એક ન્યુમેરોલોજિસ્ટ ની સલાહ મુજબ જ લેવો જોઈએ. જો આપ આપના મોબાઈલ નંબર નુ એનાલીસીસ કરાવવા માંગતા હોય કે આપનો લકી મોબાઈલ નંબર લેવા માંગતા હોય તો માસ્ટર જીનલ નો સંપર્ક કરી શકો છો.