- દિલ્હી-એનસીઆરની કેટલીક શાળાઓને બોમ્બની ધમકી મળી
નેશનલ ન્યૂઝ : દિલ્હી અને નોઈડાની ઘણી સ્કૂલોમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા છે, જેમાં આ સ્કૂલોમાં બોમ્બ મૂકવાના સમાચારે હડકંપ મચાવી દીધો છે. જેમાં નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થાય છે.
આજે સવારે દિલ્હી-એનસીઆરની કેટલીક શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. શાળાઓએ સાવચેતીના પગલારૂપે વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે.
• મધર મેરી સ્કૂલ, મયુર વિહાર, પૂર્વ દિલ્હી
• દિલ્હી પબ્લિક સ્કૂલ (નોઈડા)
• દિલ્હી પબ્લિક સ્કૂલ (આરકે પુરમ)
• દિલ્હી પબ્લિક સ્કૂલ (વસંત કુંજ)
• દિલ્હી પબ્લિક સ્કૂલ (ગ્રેટર નોઈડા)
• સેન્ટ થોમસ ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દિલ્હી
• આર્મી પબ્લિક સ્કૂલ, દિલ્હી
• દિલ્હી પબ્લિક સ્કૂલ, પૂર્વ કૈલાશ, દિલ્હી
• જી ડી ગોએન્કા પબ્લિક સ્કૂલ, દિલ્હી
ડોગ સ્ક્વોડ અને દિલ્હી અને નોઈડા પોલીસ પરિસરની સંપૂર્ણ તપાસ કરવા માટે સ્થળ પર પહોંચી ગઈ છે. મંગળવારથી ઘણી જગ્યાએથી ઇમેઇલ આવ્યા છે. આ ઇમેઇલમાં કોઈ ડેટલાઈન નથી. એક જ ઇમેઇલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે કે દિલ્હીની સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઇમેઇલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને તેમજ સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં સ્કૂલો પાસેથી પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી.