- ઝુપડા પાસે રમતા બાળકને જન્મદિવસની ચોકલેટ આપી આઇસ્ક્રીમની લાલચ આપી બાઇકમાં ઉઠાવી ગયા
- સ્થાનિક પોલીસ, ગોંડલ તાલકા અને એલ.સી.બી. એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી અપહ્રતને મુકત કર્યા: બે શખ્સની ધરપકડ
- અપહ્રતના માતાના મોબાઇલમાંથી પિતાના નંબર ઉપર 1 લાખની માંગણી કરતા: ગોંડલના ઉમવાળાની સીમમાંથી છૂપાયા હતા.
શાપર-વેરાવળ ઔઘોગિક વસાહતમાં આવેલા મામાદેવના મંદિર પાસે નાળાના કાંઠે ઝુપડામાં રહેતા પરપ્રાંતિય પરિવારના માસુમ પુત્રનું અપહરણ કરી રૂ. 1 લાખ ની માંગણી કરવાની ઘટના પ્રકાશમાં આવતા જીલ્લા ભરમાં નાકાબંધી કરી એલસીબી ગોંડલ તાલુકા અને સ્થાનીક પોલીસે ટેકનીકલ સોર્સની મદદથી ગણતરીના જ કલાકોમાં અપહરણ અને ખંડણીનો ભેદ ઉકેલી રીઢા ગુનેગાર બેલડીને ઝડપી લઇ અપહૃત ને મુકત કરાવ્યો હતો. ઝડપાયેલા બન્ને શખ્સોની આકરી પુછપરછ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ મઘ્ય પ્રદેશના વતની અને હાલ શાપર-વેરાવળ ઔઘોગિક વસાહતમાં મફતીયુપરુ નાળાના કાંઠે ઝુંપડામાં રહેતા મુકેશભાઇ ભુદરભાઇ મસાર નામના શ્રમિક પરિવારના 11 વર્ષના રાજુ નામના તરુણનું અપહરણ થયા અંગેની શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
જેને પગલે જીલ્લા ભરમાં નાકાબંધી કરી હતી. એસ.પી. ના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી અપહૃત ને શોધી કાઢવા ટેકનીકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. એલસીબી અને એસઓજી ની ટીમો દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અપહરણકારો દ્વારા અપહૃતના પિતાને મોબાઇલ મારફતે રૂ. 1 લાખની ખંડણીની માંગણી કરતા પોલીસ સ્ટાફ હરકતમાં આવી મોબાઇલ સ્ટ્રુપ કરતા જેમાં અપહરણ કારોનું લોકેશન ગોંડલ પંથકમાં સ્ટ્રેપ થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના સ્ટાફને એલર્ટ કરતા ઉમવાળા ગામ નજીકથી બન્ને શખ્સોને ઉઠાવી લીધા હતા. અને અપહ્રતને મુકત કરાવ્યો હતો. પોલીસે હાશકારો અનુભવ્યો હતો. સ્થાનીક પોલીસ ગોંડલ તાલુકા, એલસીબી સહીતના સ્ટાફે ગણતરીના કલાકોમાં અપહૃતને મુકત કરાવી બન્ને અપહરણકારોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા ગોંડલ તાલુકાના વેજાગામ નો અલ્પેશ ભગવાજી મહીડા અને મુળ ચોરવાડનો અને હાલ વિરપુરનો કાન્તીલાલ ઉર્ફે કનુ સુધીર ધોળકીયા નામનો બન્ને શખ્સની આકરી પુછપરછમાં ગત કાલે મફતીયુપરુ નામના ઝુંપડાપટ્ટી પાસે ત્રણથી ચાર બાળકો રમતા હતા ત્યારે ઉપરોકત બન્ને શખ્સો ત્યાં આવીને જન્મ દિવસ છે. બાળકોને ચોકલેટ આપી હતી. ત્યારે રાજુ નામના કિશોર પાસે મોબાઇલ હોવાથી તેને ચાલ આઇસ્ક્રીમ લઇ દઉ તેમ કહી બાઇકમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા બાદ રાજુ નામના તરુણ પાસે રહેલા તેના માતાના મોબાઇલમાંથી તેના પિતાના નંબર ગોતી રૂ. 1 લાખની ખંડણીની માંગણી કરી નહી મારી નાખવાની ધમકી આપી હતી. અપહરણકાર બાળકને ગોંડલ તાલુકાના ઉમયાળા ગામની સીમમાં આવેલી ડુંગળ પર ખોડીયાર માતાજીના મંદિરે લઇ ગયા હતા. અને અપહરણકારો અલગ સ્થળે મોબાઇલ કરી અને મોબાઇલ બંધ કરી ખોડીયાર માતાજી મંદિરે પોલીસથી બવચ જતા રહેતા હતા અંતે બન્ને શખ્સો પોલીસની જાળમાં આવી ગયા હતા. અને સ્થાનીક પોલીસ, ગોંડલ તાલુકા અને એલસીબીએ બપોરની ઘટનાનું મોડી રાત્રે ઓપરેશન પાડયું હતું અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ઝડપાયેલા પૈકી એક શખ્સ ગુનાખોરીના રવાડે છે.
એલ.સી.બી. ના પી.આઇ. વી.વી. ઓડેદરા પી.એસ.આઇ. એચ.સી. ગોહિલ, ગોંડલ તાલુકા પી.એસ.આઇ. જે.એમ. ઝાલા અને સ્થાનીક પોલીસે કામગીરી બજાવી હતી.