- ગોંડલની યુવતી ભાઈના લગ્ન પ્રસંગે સુરત ગઈ ત્યારે મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યાની પરિજનોને જાણ થતાં સગાઈ તોડી દેવાઈ : ઉશ્કેરાયેલા શખ્સે વોટ્સઅપ સ્ટેટ્સમાં બિભત્સ ફોટા અપલોડ કર્યા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની યુવતી પર તેના વાગ્દતાએ જ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. વાગ્દતાએ કરેલા કુકર્મ અંગે યુવતીએ પરિજનોને જાણ કરતા પરિવારે સગાઈ તોડી નાખતા ઉશ્કેરાયેલા શખ્સે યુવતીના અશ્લીલ ફોટા વોટ્સઅપ સ્ટેટ્સમાં અપલોડ કરી લખણ ઝળકાવ્યા હતા. હાલ પોલીસે આ મામલે ગુન્હો નોંધી આરોપીને સકંજામાં લઇ તપાસ આદરી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલમાં રહેતી ૧૮ વર્ષીય યુવતીએ પોતાના મંગેતર સેમ્સ (નામ બદલાવેલ છે) સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની સગાઇ તેની જ જ્ઞાતિના સેમ્સ સાથે ગત તા. ૨૫/૬/૨૦૨૩ ના થઇ હતી.
દરમિયાન સગાઇના એક મહિના બાદ યુવતીના મોટાભાઇના લગ્ન હોય જેથી જમાઇને પણ તેડાવ્યો હતો.દરમિયાન અહીં મંગેતરે યુવતીને રૂમમાં મળવા બોલાવી બાદમાં તેની એકલતાનો લાભ લઇ તેને તથા તેના પરિવારને પતાવી દેવાની તથા પ્રસંગ બગાડવાની ધમકી આપી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.ભાઇના લગ્નનો પ્રસંગ હોય જે ન બગડે તે માટે યુવતીએ આ વાત કોઇને કહી ન હતી.બાદમાં પ્રસંગ પુરો થયા બાદ ઘરે આવી યુવતીએ આ બાબતે પરિવારને વાત કરતા પરિવાર ચોંકી ઉઠયો હતો.બાદમાં તેમણે આ સગાઇ તોડી નાખી હતી.
યુવતી પર દુષ્કર્મ આચરી મંતેગરે તેની જાણ બહાર તેના ખરાબ ફોટો પાડી લીધા હતાં.યુવતીએ સગાઇ તોડી નાંખ્યા બાદ મંતેગરે આ ફોટો પોતાના સ્ટેટસમાં મૂકી વાઇરલ કરી દઇ યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી.જેથી અંતે આ મામલે યુવતીએ પૂર્વ મંગેતર સામે આ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે ગોંડલ બી ડિવિઝન પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૩૧૬,૫૦૬(૨) તથા આઇટીએકટ એકટ હેઠળ ગુનો નોંધી મહુવામાં રહેતા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ અંગે વધ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટના પીઆઇ આર.એન.રાઠોડ ચલાવી રહ્યા છે.