આપણે હંમેશા બહારનું જમવા કરતા ઘરનું રાંધેલું ખાવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ ઘરની મહિલાઓ જમવાનું બનાવવામાં ઝડપ રાખે છે. અને અમુક પ્રકારની ટિપ્સ અપનાવે છે. જેનાથી ખોરાક ઝેરી બની જાય છે. જેમનો તેમને ખ્યાલ પણ નથી હોતો. માઇક્રોવેવ, ઓવન, ગ્રીલર રસોઇ ઘરને મોર્ડન બનાવે છે. પરંતુ તેનાથી નુકશાન પણ થાય છે.
– હાઇ હિટ પર શેકવું : રાંધતી વખતે ઝડપથી શેકવા માટે લોકો ખોરાકને વધુ તાપ પર શેકતા હોય છે. તેનાથી ખોરાકના ન્યુટ્રીયન્ટસ પણ સર્ંપૂણપણે બળી જાય છે. અને તે ઝેર બની જાય છે. માટે ફ્લેવર અને ટેક્સચર આપવા માટે ઓછા તાપે શેકવાનો આગ્રહ રાખવો.
– ધીમા તાપે રાંધવાનું : ભારતમાં આદી કાળથી ધીમા તાપે રાંધવાની પરંપરા ચાલી આવે છે. પરંતુ લાંબા સમય સુધી અને ધીમા તાપે રાંધવાથી તેનુ કોલાગેન બળી જાય છે. અને ભોજન સોફ્ટ અને સ્વાદિષ્ટ તો બને જ છે. પરંતુ જો તે વધુ ચડી જાય તો હળદર જેવા મસાલા ઝેર બની જાય છે.
– ડિપ ફ્રાય : તળેલી વસ્તુઓ જોઇને જ મોંમા પાણી આવી જતુ હોય છે. પણ તેનાથી ખોરાક ઝેર જેવી બની જાય છે. ડિપ ફ્રાય કરવાથી ઓક્સિડાઇઝડ ફેટ્સ બળી જાય છે. વધુ તાપમાં કોઇ વસ્તુ તળવાથી તેના ટોક્સિક કમ્પાઉન્ડ કેન્સર કરાવી શકે છે.
– માઇક્રોવેવ : માઇક્રોવેવ કુકિંગ ફેન્સી ટેકનીક છે. પણ બધા જ ફુડને માઇક્રોવેવમાં કરવાથી નુકશાન થઇ શકે છે. કારણ કે માઇક્રોવેવ માત્ર અમુક વસ્તુઓ બનાવવા માટે છે.