- પાર્ટીનો દાવો છે કે નીલેશ કુંભાણીની સંપૂર્ણ બેદરકારી કે ભારતીય જનતા પાર્ટી સાથે તેમની સાંઠગાંઠ સ્પષ્ટ હતી.
Surat News : નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ: સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે પાર્ટીએ મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામાંકન 21 એપ્રિલના રોજ કથિત વિસંગતતાને કારણે નકારી કાઢવામાં આવ્યું હતું.
કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં તથ્યોની નોંધ લેતા કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીનો દાવો છે કે નીલેશ કુંભાણીની સંપૂર્ણ બેદરકારી કે ભારતીય જનતા પાર્ટી સાથે તેમની સાંઠગાંઠ સ્પષ્ટ હતી.