રાજકોટના ૫૨.૫ ટકા બાળકો અને ૫૬ ટકા મહિલાઓ કુપોષિત: માત્ર ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ પાછળ દોટ મુકનાર સરકાર આરોગ્ય ઉપર પણ પુરતુ ધ્યાન આપે તે જરૂરી.
રાજયના મુખ્ય શહેરોને સ્માર્ટ સિટીમાં ફેરવવા માટે સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેકટ શ‚ છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટે હાઉસીંગ, રોડ-રસ્તા, હાઈટેક સિવિક ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની વ્યવસ માટે સરકારે કામગીરી હા ધરી છે. આ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાના સ્વપ્ન સરકારે જોયા છે પરંતુ સરકારની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા કડવી છે. નેશનલ હેલ્ સર્વેના આંકડાએ આ વાસ્તવિકતા છતી કરી છે. એજન્સીના આંકડા મુજબ સરકાર જે શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટે પ્રયાસ કરી રહી છે તે તમામ શહેરોમાં મોટા પ્રમાણમાં કુપોષણનું પ્રમાણ જોવા મળ્યું છે. એકલા અમદાવાદમાં જ પાંચ વર્ષી નીચેના ૭૪ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. જયારે સંસ્કાર નગરી વડોદરામાં ૫૫.૬ ટકા બાળકો કુપોષણી પીડાઈ રહ્યાં છે. સ્વચ્છતા માટે રાષ્ટ્રીયસ્તરે નામના મેળવનાર રાજકોટ કુપોષણ સામેની લડાઈ હારી ગયું હોય તેવું ફલીત ાય છે. રાજકોટમાં પાંચ વર્ષી ઓછી ઉંમરના ૫૨.૫ ટકા બાળકો કુપોષિત હોવાનું એજન્સીનું કહેવું છે. આ આંકડા પરી જણાય આવે છે કે, સ્માર્ટ સિટી બનતા પહેલા રાજકોટને હેલ્ધી સિટી બનવું જ‚રી છે. કુપોષણના કારણે બાળકોને મગજના ઓછા વિકાસ સહિતની ગંભીર બિમારીી પીડાવું પડે છે. સ્માર્ટ સિટી પાછળની આંધળી દોટમાં ભુલાઈ ગયેલા આરોગ્યના કારણે બાળકો સ્માર્ટનેસ ગુમાવી દેશે. ગર્ભવતી મહિલાઓમાં પણ એનેમીયાનું પ્રમાણ ભયજનક જોવા મળ્યું છે. અમદાવાદમાં ૧૫ ી ૪૯ વર્ષની વયજુની ૬૧ ટકા મહિલાઓ એનેમિયાનો શિકાર બની છે. જયારે રાજકોટમાં આ પ્રમાણ ૫૬ ટકા જેટલું છે. આશ્ર્ચર્યજનક રીતે રાજકોટમાં મહિલાઓ કરતા પુરુષો વધુ તંદુરસ્ત જણાયા છે. રાજકોટના પુરુષોમાં એનેમિયાનું પ્રમાણ માત્ર ૨૨ ટકા છે.
બાળકોના અપુરતા માનસીક વિકાસમાં વડોદરાનું નામ અગ્રેસર છે. રાજકોટમાં ૨૩.૪૫ ટકા બાળકો ખુબજ કુપોષિત છે. સમગ્ર રાજયમાં ૨૦૦૬ બાદ કુપોષણનું પ્રમાણ ઘટાડવામાં સરકાર સફળ રહી ન હોવાનું વિશ્ર્વ આરોગ્ય સંસએ પણ અગાઉ જણાવ્યું હતું. ત્યારે નેશનલ ફેમીલી હેલ્ સર્વેના આંકડા પણ હવે સ્માર્ટ સિટી બનવા જઈ રહેલા શહેરોના આરોગ્યની વાસ્તવિક પરિસ્િિતનું ચિત્ર રજૂ કરે છે. સરકાર માત્ર ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસની જગ્યાએ શારીરિક વિકાસ પર પણ પુરતુ ધ્યાન આપે તે મહત્વની બાબત છે.