• 2020 બેન્ચના 5 આઈપીએસ અધિકારીઓને બઢતીના હુકમો

રાજ્ય પોલીસ બેડામાં લોકસભા ચૂંટણી પહેલા વધુ એકવાર બદલીનો ગંજીપો ચિપાયો છે. રાજ્યના 12 જેટલાં આઈપીએસની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે જયારે પાંચ જેટલાં સિનિયર આઈપીએસને બઢતી આપવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પૂર્વે પોતાની ગમતી જગ્યાએ ગોઠવાઈ જવા ક્યાંક અધિકારીઓએ એડીચોંટીનું જોર લગાવ્યું હોય તેના લીધે રાજ્ય સરકાર આચારસંહિતા પૂર્વે બદલીનો લીથો જાહેર કરી શકી ન હતી. પરિણામે ચૂંટણીપંચે ડઝનેક અધિકારીઓને લિવ રિઝર્વમાં મૂકી દીધા હતા. જે બાદ ચૂંટણી પંચે રાજ્ય સરકારને બદલી માટે પેનલ સ્વરૂપે નમોની યાદી મંગાવ્યા બાદ અગાઉ એક બદલીનો લીથો જાહેર કરાયા બાદ વધુ એકવાર 12 જેટલાં આઈપીએસની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યના ૧૨ આઈ પી એસ પોલીસ અધિકારીઓની બદલીના હુકમોની જો વાત કરવામાં આવે તો ગગનદીપ ગંભીરને આઈજીપી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર મુકાયા છે. રાઘવેન્દ્ર વત્સને જોઈન્ટ પોલીસ કમિશનર(ક્રાઇમ) સુરત તરીકે મુકવામાં આવ્યા છે. શરદ સિંઘલને જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ)અમદાવાદ મુકવામાં આવ્યા છે. જયારે નીરજ કુમાર બડગુજરને એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ અમદાવાદ સેક્ટર વન તરીકે મુકવામાં આવ્યા છે.

ઉપરાંત ચૈતન્ય માંડલીકને એસ.પી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર મુકવામાં આવ્યા છે. મનીશ સિંઘને એસપી એમટી ગાંધીનગર મુકવામાં આવ્યા છે. ઉષા રાડાને કમાન્ડન્ટ એસઆરપીએફ ગ્રુપ-છ મુદ્દેતી(સાબરકાંઠા) ખાતે નિયુક્તિ આપવામાં આવી છે જયારે મૂકવામાં
અજીત રાજીયનને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(ક્રાઇમ) અમદાવાદ શહેરમાં મૂક્યા છે. ડો. લવિના સિંહાને ડીસીપી (સાઇબર ક્રાઇમ) અમદાવાદ મુકવામાં આવ્યા છે. રુપલ સોલંકીને ડીજીપી ઓફિસમાં સ્ટાફ ઓફિસર તરીકે જયારે ભારતી પંડ્યાને એસપી ટેકનિકલ સર્વિસ ગાંધીનગર ખાતે નિમણુંક આપવામાં આવી છે.

ઉપરાંત 2020ની બેન્ચના રાજ્યના 5 સિનિયર આઈપીએસ બિશાખા જૈન, રાઘવ જૈન, ડૉ. જીતેન્દ્ર એમ અગ્રવાલ, ડૉ. નિધિ ઠાકુર અને કોરુંકોંડા સિદ્ધાર્થને બઢતી આપવામાં આવી છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.