હિન્દી અને કન્નડ ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી ડેઝી શાહે તાજેતરમાં એક અદભૂત ફોટોશૂટ કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. ફોટોઝના સેટમાં તેણી સુંદર ચાંદીના લહેંગા અને મેચિંગ કોટ ટોપમાં જોવા મળી હતી, તેના વાળ ખુલ્લા હતા જેમાં તે સ્વર્ગની અપ્સરા લાગી રહી છે. દેખાવને પૂર્ણ કરવા માટે તેણીએ મેચિંગ ઇયરિંગ્સે પેહરીને તેના લુકમાં ચારચંદ લગાવ્યા.