વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઉદ્યોગિક વિકાસ વિકાસ દર કૃષિ વિજ્ઞાન ટેકનોલોજી અને સેવા ક્ષેત્રના વિકાસની સતત વધતી જતી રફતાર શિક્ષણ ક્ષેત્રે પણ પહોંચી છે. ગુજરાત સહિત દેશભરમાં શિક્ષણ ની ગુણવત્તાની સાથે સાથે શિક્ષણનું સ્તર દિવસે દિવસે વધુને વધુ સુધરીને ઉપર જઈ રહ્યું છે એક જમાનો હતો કે ઉચ્ચ શિક્ષણ અને સ્માર્ટ કેરિયર માત્રને માત્ર મોટા શહેરો મર્યાદિત હતું. આઝાદી બાદ નિરંતર પણે થઈ રહેલા વિકાસ અને શૈક્ષણિક સુધારા અને સામાજિક જાગૃતિ ને લઈને હવે ભારતનો વિદ્યાર્થી પણ વિશ્વ કક્ષાના અભ્યાસક્રમો અને ઉચ્ચ કારકિર્દીલક્ષી પ્રવાહોમાં ડંકો વગાડતો થયો છે.
એક સમયે દેશમાંથી નિરક્ષરતા નાબુદી માટે ,સાક્ષરતા અભિયાન, પ્રોઢ શિક્ષણ અને શાળામાંથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે ખૂબ જ કવાયત કરવાની ફરજ પડી હતી. આ તમામ પ્રયત્નો અને પ્રચંડ પુરુષાર્થ ના સારા પરિણામો હવે મળવા લાગ્યા છે નિરક્ષરતા તો નાબૂદ થઈ ચૂકી છે હવે સાક્ષરતાનો દર દેશ માટે ચિંતાજનક નથી હવે દેશનો વિદ્યાર્થી વિશ્વ કક્ષાના અભ્યાસક્રમોમાં જળકવા લાગ્યો છે .આજે જાહેર થયેલા જેઇઈ મેન્સના પરિણામમાં દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવ્યા છે 100 ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી ગુજરાતના બંને વિદ્યાર્થીઓ રાજકોટના જ છે રાજકોટના મિત પારેખ અને હર્ષલ કાનાણી રાજ્યમા જે. ઈ ઈ મેન માં પ્રથમ નંબરે આવ્યા છે તે રાજકોટ ગુજરાત અને દરેક પોતાના બાળકોને ભણાવનાર વાલીઓ માટે ગૌરવની બાબત ગણાય.
દેશભરમાંથી દસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ જેઈઈ ની પરીક્ષા આપી હતી કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થીઓની શિ ક્ષમતા સંતોષજનક રીતે વધી રહી છે પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચ માધ્યમિક શાળા અને સ્નાતક અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં જરૂરી સુધારાઓની સાથે સાથે દેશભરમાં વ્યાપક પ્રમાણમાં દરેક પરિવાર પોતાના બાળકને ઉચ્ચ અભ્યાસ માટે સજાગ બન્યા છે. બાળકોને ઊંચ કેળવણીની વાલીઓની આ ભૂખ ધગસ સામે આર્થિક મુશ્કેલી અને પરિવારની સામાજિક આર્થિક હાલત નો પડકાર હવે ગૌણ બની રહ્યો છે એક જમાનો હતો કે ડોક્ટર એન્જિનિયર વકીલ જેવા મોભેદાર વ્યવસાયો માટે ઉચ્ચ વર્ગના બાળકો જ ભણતર પૂરું કરીને કારકિર્દી બનાવતા હતા. હવે ખેતરમાં કામ કરતો ખેડૂત મજૂર અને પારકી નોકરી કરનાર કર્મચારીઓના કુલદીપક જેવા સંતાનો કલેકટર ડોક્ટર મેજિસ્ટ્રેટ સીએ કંપનીના સીઈઓ અને વૈજ્ઞાનિકો બને છે.
દુનિયા સાથે ભારતમાં આવેલા પરિવર્તનમાં સૌથી સારા પરિણામો શિક્ષણ ક્ષેત્રમાં મળી રહ્યા છે. સામાજિક જાગૃતિ અને તંત્રની ઈચ્છા શક્તિ ના કારણે શૈક્ષણિક ક્ષેત્રે આવેલી આ ક્રાંતિ ભારતને વિશ્વ ગુરુ બનાવશે જ. ભારતમાં શૈક્ષણિક ક્રાંતિ અને બાળકોની આઇક્યુ ક્ષમતા નો વધારો ના આ યુગ ભારત માટે પ્રથમ નથી. અગાઉ ઋષિમુનિઓના કાળમાં ભારત તમામ પ્રકારની વિદ્યાઓમાં વિશ્વ ગુરુની ભૂમિકામાં હતું તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ આપણી વિદ્યાક્ષમતાનું ગૌરવ પ્રાચીન યુગમાં પણ હતું આચાર્ય ચાણક્ય અને ચરક ગુરુ જેવા વિદ્વાનોની આ ભૂમિ માં ફરીથી વિદ્યા અને વિદ્યાર્થીઓનો યુગ ઉજાગર થઈ રહ્યો હોય તેમ શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થીઓની ઇન્ટેલિજન્સ કોન્ટમ આઈ ક્યુ નો વધારો દેશ માટે ગૌરવની સાથે વિકાસ ની ધરોહર બની રહેશે દિવસે દિવસે વધતા જતા શિક્ષણ પ્રત્યેના લગાવ અને સામાજિક જાગૃતિ થકી વિદ્યાર્થીઓ ના ઊંચા પરિણામો દેશના ભવિષ્યની આશાઓ વધુને વધુ તેજસ્વી બનાવી રહી છે