છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરના વિસ્તારોમાં અલગ-અલગ ફોર વ્હિલ ગાડીના માલીકો સેલ્ફ ડ્રાઇવીંગમાં તેઓની ફોર વ્હિલ ગાડીઓ ભાડે આપતા હોય છે. અમુક ઇસમો આવી ગાડીઓ સેલ્ફ ડ્રાઇવીંગમાં ભાડે લીધા પછી ગાડીઓનું ભાડું ચૂકવતા નહી હોય તેવા બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે.
તાજેતરમાં જ રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં અલગ- અલગ ગાડીના માલીકો પાસેથી કુલ ૫૦ થી વધુ ફોર વ્હિલ ગાડીઓ આવા ઇસમો દ્વારા સેલ્ફ ડ્રાઇવીંગમાં ભાડેથી મેળવીને, ગાડીના માલીકને ગાડીનું ભાડું કે ગાડી પરત નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવામાં આવી. જેને લઇ રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજકોટ ફોરવહીલ ગાડીઓમાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી કૌભાંડ આચરનાર ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી પાસેથી કુલ- ૪૭ ફોર વ્હિલ ગાડીઓ અને ૩,૫૧,૫૦,૦૦૦નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો.