- નાનીયાણી, મોરસલ, સંગાણી, નાના કાંધાસર સહિતના ગામોમાં પીવાના પાણીની સમસ્યા
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ઉનાળાની શરૂઆત જ આંકરી સાબિત થઈ છે અને હાલમાં પીવાના પાણીની સમસ્યા ભારે સર્જાય છે ત્યારે ચોટીલા તાલુકાના 10 જેટલા ગામોમાંથી અનેક માલધારીઓ પોતાના ગામ અને વતન છોડી અને બાવળા બગોદરા તરફ હિજરત કરી ગયા હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એક બાજુ ત્યારે હાલમાં જિલ્લાને તાલુકા મથકોએ જ્યારે સ્ત્રીઓનો પણ વિવાદ સર્જાયો છે અને વળી પાણીની સમસ્યાને લઇ અને માલધારીઓ પણ ઇજરત કરી ગયા છે ત્યારે મતદાન ઉપર મોટી અસર વર્તાશે કે શું તેવી પણ હાલમાં ચિંતા અને ચર્ચાનો વિષય બન્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લો અને તેના તાલુકા મથકોએ હાલમાં પીવાના પાણીનો પોકાર પડ્યો છે અને પાણી પૂરું પાડવા માટે સરકારે જે બુમણા ફૂંકી રહ્યા છે જે સંદર્ભ નિષ્ફળ નિવડિયા હોય તેવું હાલમાં તજજ્ઞ લોકો દ્વારા જણાવવામાં આવે છે ત્યારે આજે ચોટીલા તાલુકાના 10 જેટલા ગામોના માલધારીઓએ હિજરત કરવાનો સમય આવ્યો છે ત્યારે એક બાજુ ચૂંટણી રહ્યા છે તો બીજી બાજુ માલધારીઓ પોતાના માલઢોળ ઠાકરને બચાવવા માટે પોતાના મહામૂલ્ય પરિવાર સાથે પોતાના માલ ઢોર અને લઇ અને જ્યાં પાણી અને ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે એવા ગામોમાં પડાવ નાખી અને હિજરત કરવા લાગ્યા છે
ત્યારે ખાસ કરી અને ચોટીલા તાલુકાના 10 ગામો હાલમાં હિજરત કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે ચોટીલા તાલુકાના માલધારીઓ પોતાના માલ ઢોર અને પરિવાર સાથે હાલમાં ઈજરત કરી ગયા અને હિજરત હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો અને ધારાસભ્યો છે તે જે પાણી માટેની રજૂઆતો ધ્યાન ઉપર ન લેવાના કારણે હાલમાં માલધારીઓને હિજરત કરવાનો સમય આવ્યો હોવાનું જાણવા મળે છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના માલધારીઓ હાલમાં પોતાના લઇ અને હિજરત કરી રહ્યા છે ત્યારે 4000 જેટલા પશુધન સાથે માલધારીઓ પોતાનું વતન જોડી અને નડિયાદ અને ખેડા તરફ જવા માટે રવાના થયા છે
ચોટીલાના 10થી વધુ ગામોમાં મુશ્કેલી
સૌથી મહત્વની વાત તો એ છે કે, લખતર ખાતે એશિયાનું સૌથી મોટું પંપિંગ સ્ટેશન આવેલું છે અને ત્યાંથી કચ્છમાં તેમજ વલભીપુર ભાવનગરમાં પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ કૂવા કાંઠે જ તરસ્યા હોય તેવો ઘાટ ચોટીલા તાલુકામાં જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, મોરસલ ડેમ ભરવાની વાતો તો છેલ્લા 15 વર્ષથી થાય છે. પરંતુ આજદીન સુધી ડેમમાં પાણીની ટીપું પણ નથી આવ્યું. અને આજે ડેમ તળિયા જાટક છે. વધુ એકટલાક લોકોને સાંભળી સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.