• રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી
  • પોલીસે 3498 જેટલા મોટરસાયકલ કબજે કરી કુલ 17,60,200 રૂપિયાના દંડની વસુલાત

સુરત ન્યૂઝ :  સુરત શહેરમાં રફતારના રાક્ષસો સામે સુરત પોલીસની કાર્યવાહી સામે આવી છે. સુરત શહેર ઝોન-4 વિસ્તાર હેઠળ જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટંટ કરતા કે પછી પોતાની બાઈકને મોડીફાઇ કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે 3498 જેટલા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે અને કુલ 17,60,200 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે.WhatsApp Image 2024 04 25 at 11.14.31 d1e7da0e

સુરત શહેરમાં કેટલાક બાઈક ચાલકો પોતાની બાઈકમાં દેખાવ માટે કે પછી રસ્તા પર સ્ટંટ કરવા માટે મોટા અવાજ વાળા સાઇલેન્સર લગાવીને રસ્તા પર પોતાનું વાહન લઇ નીકળતા હોય છે. આ ઉપરાંત કેટલાક ઈસમો બેફામ ગતિએ વાહન ચલાવીને લોકોને પણ અડચણરૂપ બનતા હોય છે. ત્યારે આવા ઈસમો સામે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગની એક ખાસ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.Screenshot 6 5

સુરત શહેર પોલીસ ઝોન-4 વિસ્તાર હેઠળ આવતા ઉમરા પોલીસ સ્ટેશન, અઠવા પોલીસ સ્ટેશન, વેસુ પોલીસ સ્ટેશન, ખટોદરા પોલીસ સ્ટેશન, અલથાણ પોલીસ સ્ટેશન તેમજ પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન વાહનોને મોડીફાઇ કરીને અથવા તો તેમાં મોટા અવાજ વાળા સાઇલેન્સર લગાવીને રસ્તા પર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, જે લોકો મહેનત મજૂરીથી કમાણી કરે છે તેવા લોકોને પરેશાન કરવામાં આવ્યા ન હતા એટલે કે આવા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તેનું આ ડ્રાઈવ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.Screenshot 7 3

સુરત પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોટા અવાજ વાળા સાઇલેન્સર લગાવનારા 30 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તેમના વાહનોમાંથી મોટા અવાજ વાળા સાઇલેન્સર કઢાવવામાં આવ્યા હતા અને કંપનીના સાયલેન્સર ફીટ કરાવી તેમને દંડપ કરીને તેમનું વાહન સોંપી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે 3498 જેટલા વાહન ડીટેઇન કર્યા હતા અને કામગીરી દરમિયાન થળપરાજે 17,60,200ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.