- સંયોજક તરીકે અંકિત ચોટલીયા, સહસંયોજક જયેશ ધાનેજાને સંભાળી જવાબદારી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તેમજ સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સાથે સી.એ. સેલના સંયોજક સી.એ. અંકિત ચોટલીયા, સહસંયોજક સી.એ.જયેશ ધાનેજાએ વિચાર વિમર્શ કરી રાજકોટ મહાનગર શહેરના ભાજપ સી.એ.સેલ કમીટીના સભ્યોના નામની જાહેરાત કરી હતી. જેમાં કારોબારી સભ્ય તરીકે સી.એ. હર્ષદ કોટેચા, સી.એ. અભિષેક ગોસ્વામી, સી.એ.ગૌરવ આડેસરા, સી.એ.સંદિપ કતબા, સી.એ. કર્દમ જોષી, સી.એ. પારસ જોગી, સી.એ. મૌલિક ટોળીયાની નિમણુંક કરવામાં આવેલ હતી. આ વરણીને શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.