ધોરાજી ,જેતપુર અને ઉપલેટાના જામ ટીંબડી ગામે પત્તા રમતા 13ની ધરપકડ, 43350 નો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળે જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ધોરાજી ,જેતપુર અને ઉપલેટા તાલુકાના જામ ટીબડી ગામે જુગાર રમતા 1300 ની ધરપકડ કરી રૂપિયા 43 4 350 રૂપિયાનો મુદ્દામાં કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ વિગત મુજબ ઉપલેટા તાલુકાના જામ ટીમલી ગામે જુગાર રમતો હોવાની ભાયાવદર પોલીસ મથક ના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા જામ ટીંબડી ગામનો કિશોર નાથા પરમાર ,પ્રવીણ છગન ભાલુડીયા, જામકંડોણા તાલુકાના રાયડી ગામનો પ્રવીણ બટુક ભુવા , જેતપુરનો સંજય વેજા કનારા,, ભાણવડ તાલુકાના ગઢવાળું મોડપર કામનો વિક્રમ નારાયણ આહીર, દિપક ગોવિંદ ગોજીયા અને ભાણવડ તાલુકા નો વેરાડ ગામનો ગફાર જુસબ મેમણ ની ધરપકડ કરી જુગારના પટમાંથી 18230 નો મુદામાંલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ધોરાજી શહેરના ઉપલેટા રોડ પર આવેલ વાલ્મિકી વાસ પેટ્રોલ પંપની સામેની ગલીમાં જુગાર રમતા દિલાવર મોહમ્મદ ગોરી, ઇશાક ઓસમાણ સમા અને ફારૂક મહંમદ કુરેશી ની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂપિયા 26670નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઉપરાંત જેતપુર શહેરના નવાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજનની વાડી પાસે જુગાર રમતો સુનિલ છગન મકવાણા, સંજય રતિ વેકરીયા અને પરેશ હરજી બાવળીયા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી 2450 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ત્રણેય જુગારના દરોડામાં મોબાઈલ કબજે લેવાનું ટાળીયું હોવાનું ચર્ચા રહ્યું છે.