- ‘અબતક’ની મુલાકાતમાં પતંજલિ યોગ સમિતિના સભ્યોએ કાર્યક્રમની આપી વિગત
ગુરૂવારથી રાજકોટમાં તારીખ 25/26/27 એપ્રિલ ત્રણ દિવસ યોગની ગંગાનું અવતરણ થઈ રહ્યું છે. પતંજલિ યોગપીઠ હરિદ્વારના મુખ્ય કેન્દ્રીય પ્રભારી તેમજ સ્વામી રામદેવજી મહારાજ ની અતિ કૃપાપાત્ર શિષ્ય સ્વામી ડો, પરમાર્થદેવજી રાજકોટમાં ન્યુ ગાંધીનગર સોસાયટીના મેદાનમાં ત્રણ દિવસની યોગ શિબિરનું સંચાલન કરશે .આ અંગે ભારત સ્વાભિમાન ટ્રસ્ટ ગુજરાત પ્રાતના પ્રભારી લક્ષ્મણભાઈ પટેલ માહિતી આપતા જણાવે છે કે સ્વામી ડો. પરમાર્થદેવજી જેવા યોગ અને આયુર્વેદ તથા ભારતીય શિક્ષણના નિષ્ણાત રાજકોટ પધારી રહેલ છે ત્યારે રાજકોટની આરોગ્ય અને યોગપ્રિય પ્રજાજનો ને ત્રણ દિવસ ની યોગ શિબિરમાં સ્વામીજી..યોગ જીવનનો સાર છે પ્રાકૃતિક આહાર જીવનનું અમૃત છે એ યુક્તિનું જ્ઞાન પીરસશે. આ શિબિર દરરોજ સવારે 6 થી 7:30 નાના મવા મેઇન રોડ પર આવેલા શાસ્ત્રીનગર પાછળની ન્યુ ગાંધીનગર સોસાયટી શેરી નંબર 10 ના હજારોની સંખ્યામાં સાધકો યોગ કરી સકે તેવા વિશાળ સાર્વજનિક પ્લોટ માં યોજાશે, જેમાં સૌને સહ પરિવાર મિત્ર વૃંદ સાથે આ અમૂલ્ય અવસર નો લાભ લેવા નિમંત્રણ છે. વિશેષ આ દિવ્ય અને ભવ્ય યોગ શિબિર માં ગુજરાત યોગ બોડ ના તરવરિયા ચેરમેન આદરણીય શિશપાલજી ઉપસ્થિત રહે છે તારીખ 25 મી એ યોગ શિબિર ઉપરાંત સદભાવના વૃદ્ધાશ્રમ મા યોગ સભા અને બપોર પછી યોગ શિક્ષકો સાથે સંવાદ ને,,, રાત્રે ગોંડલ ખાતે મહારાજા ભગવતસિંહજી ટાઉનહોલમા તાના ક્લબ,પતંજલિ સંસ્થાન સાથે 20 થી વધુ સંસ્થાઓ ના સયુકત ઉપક્રમે યોગ સવાદનું ભવ્ય આયોજન થયેલ છે. તારીખ 26 ના રોજ શિબિર બાદ મધ્યસ્થ જેલના કેદીઓને માટે યોગ શિબિર, ત્યાર બાદ જામનગરના પ્રવાસે જશે ત્યાં યોગ સભાનું આયોજન થયું છે. તારીખ 27 ના રોજ સવારની શિબિર બાદ મહાત્મા મ્યુઝિયમની મુલાકાત બાદ મોરબી યોગ સભા સાથે ભારતીય શિક્ષા બોર્ડ અંતર્ગત સંવાદ ગોષ્ઠિ આયોજન કરેલ છે.
તા.28ના રોજ રાજકોટમાં ભારતીય શિક્ષા બોર્ડના કાર્યકારી અધ્યક્ષ ડો. એમ.પી.સિંઘ (નિવૃત આઈએ.એસ) દ્વારા સવારે 10.30 વાગ્યે શિક્ષણવિદો સાથે અકે સંવાદ ગોષ્ઠી યોજાશે.
અબતકની મુલાકાતમાં પતંજલી યોગ સમિતિના સભ્યો દિપકભાઈ તળાવીયા, ભાવિકભાઈ ખૂંટ, યોગ ગુરૂ કિશોરભાઈ પઢીયાર, નટવરસિંહ ચૌહાણ, રજનીભાઈ ધમસાનીયા, હિતેશભાઈ કાચા, હરસદ યાજ્ઞીક, નવનીત કેસરીયા, નિશાબેન ઠુંમર, ગીતાબહેન સોજીત્રા, અલ્પાબેન પારેખ, વંદનાબેન, પદ્માબેન રાજ, નિતાબેન મહેતા, પ્રફુલાબેન દાવડા, પૂ. નમબેન કટારીયા, શોભનાબેન, અમીબેન, ભાવનાબેન ગામી, શિલ્પાબેન ગમઢા, રસીલાબેન ઢોલરીયાએ કાર્યક્રમની વિગત આપી હતી.