- રાત્રિના સમયે કેરી,મગફળી, સોયાબીન ,એરંડા સહિત ખેતરમાંથી અન્ય ચીજ વસ્તુઓ ચોરતા બે ઇસમો ઝડપાયા
- બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલ રૂપિયા 1,36,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
જૂનાગઢ ન્યૂઝ : મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરી કરતા બે ઈસમોને મેંદરડા પોલીસે ઝડપી પાડ્યા છે. મેંદરડા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રિના સમયે ખેતરમાં ચોરી થયાના ગુનાઓ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા.
જેમાં ખેતરમાંથી કેરી,મગફળી એરંડા,તલ, ગેસના, બાટલા ,પાણીની મોટર ફ્રીજ, ટીવી જેવી વસ્તુઓ ચોરી થતાં મેંદરડા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મામલે મેંદરડા પીએસઆઇ એસ.એન સોનારા અને તેમના સ્ટાફ દ્વારા મૂળ ટીકર ગામના રહેવાસી ફિરોજ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફ અબુ જુમ્માભાઈ સાંધને ઝડપી પાડવામાં આવ્યા છે.
પકડાયેલ બંને આરોપીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે .તો બીજી તરફ બંને પકડાયેલ ઇસમો દિવસના સમયે ચોરી કરવાની જગ્યા પર રેકી કરતા હતા. રાત્રે અંધારાનો લાભ લઈ ખેતરમાં રાખેલ ધાન્ય પાકો અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી ત્યાંથી રફુ ચક્કર થઈ જતા હતા.
મેંદરડા પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલ રૂપિયા 1,36,000 થી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે. આ બંને આરોપીઓએ મેંદરડા ગ્રામ્ય વિસ્તાર તેમજ કેશોદ પંથકમાં અત્યાર સુધી 50 થી વધુ ચોરીને અંજામ આપ્યો છે.હાલ બંને આરોપીઓને મેંદરડા પોલીસે પકડી સ આરોપીઓ અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે મામલે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ ડીએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે મેંદરડા તાલુકાના સમઢીયાળા, રાજાવડ, ખીજડીયા લીલીયા અજાબ ગામમાં પાંચથી વધુ ચોરીના ગુનાઓ મેંદરડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે મામલે મેંદરડા પોલીસ દ્વારા તમામ સીડીઆર, ટેકનીકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોને આધારે મેંદરડા પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા બે ઇસ્મોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલ બંને આરોપી ટીકર ગામના રહેવાસી છે.પકડાયેલ આરોપી ફિરોજ ઉર્ફે નીંદુ ઈસ્માઈલ સાંધ, અબ્દુલ ઉર્ફ અબુ જુમ્માભાઈ સાંધ દિવસના સમયે ચોરી કરવાની જગ્યા પર રેખી કરતા હતા. અને રાત્રિના સમયે પોતાની છકડો રીક્ષા લઇ રાતના અંધારાનો લાભ ઉઠાવી સીમ વિસ્તારમાંથી ચોરી કરતા હતા.
પકડાયેલ બંને આરોપીએ દોઢ વર્ષ પહેલાં ચોરી કરવાનું શરૂ કર્યું હતું.સૌ પ્રથમ આ બંને આરોપીઓએ કેરીના બગીચામાં આંબા પરથી કેરી તોડી રીક્ષા ભરી ચોરી કરી હતી. પકડાયેલ બંને આરોપીઓ અત્યાર સુધી 50 થી વધુ ચોરીને અંજામ આપ્યો છે. પકડાયેલ બંને આરોપીઓ ખેતરમાંથી તલ ,મગફળી, તુવેર ,સોયાબીન ,ઘઉં, એરંડા કેબલ ,પાણીની મોટર ,પંપ ફુવારા, ફ્રીજ ,ટીવી, અનાજ દળવાની ઘંટી ,તાલપત્રી ,પંખા,સબમર્સીબલ,મોટર, ગેસના બાટલા, વજન કાંટો, મિક્સર, ખાટલા વગેરે વસ્તુઓની ચોરી કર્યાનું કબૂલ્યું હતું. પકડાયેલ આરોપીઓ આ ચીજ વસ્તુઓની ચોરી કરી પોતાના ઘરે જ મૂકી દેતા હતા.
થોડો સમય વિત્યાબાદ આરોપીઓ ચોરી કરેલી વસ્તુઓ ભંગારમાં વહેંચી દેતા હતા. તેમજ કેરી ,મગફળી, સોયાબીન, તુવેર ,એરંડાને અલગ અલગ જગ્યાએ વહેંચતા હતા. પકડાયેલ બંને આરોપી પાસેથી મેંદરડા પોલીસે ચોરી કરેલ રૂ.1,36,000 હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.હાલ મેંદરડા પોલીસ દ્વારા આ પકડાયેલ બંને ઈસમો અન્ય વધુ કેટલા ગુનામાં સંડોવાયેલ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
ચિરાગ રાજ્યગુરુ