- બાબરા પંથકમાં ગેરકાયદે ખનન સામે તંત્રનું ભેદી મોન
બાબરા તાલુકા માં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ વારંવાર તંત્રને મળે છે પરંતુ તેઓ દ્વારા સંતોષ પૂર્વક રીતે કામગીરી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ પણ ઉઠી છે દેખાવ પૂરતી કામગીરી કરી અને સંતોષ અનુભવતું તંત્ર હવે ખરા અર્થમાં ખનીજ ચોરી અટકાવવા માટે કેટલા પ્રયાસો કરાશે તે જરૂરી છે કારણ કે બાબરા અને બાબરા તાલુકામાં હવે ખનીજ માફિયા ઓ બેફામ બન્યા છે
ખનીજ માફિયાઓ દ્વારા બાબરા અને ગ્રામીણ વિસ્તારમાં ખોદવાનું ચાલુ કર્યું છે બાબરા અને તાલુકા માં ખાણ ખનીજ વિભાગદ્વારા સારી કામગીરી કરી રહી છે તેવા દાવા ઓ કરવામાં આવી રહ્યા છે બાબરા કરીયાણા વિસ્તારમાં પર્વતો ની અંદર ની લીજના નિયમો ને નેવે મૂકી બેફામ બેલા બનાવવાનું કામ ચાલી રહ્યું છે લીજના નિયમ વિરુદ્ધ અને ગેરકાયદેસર ચાલતી બેલા બનાવતા ભુમાફિયા ઓ એ પ્રાંત (એસ.ડી.એમ.) ના આદેશને ઉલાળીયો કર્યો બીજી બાજુ જોઈએ તો બાબરાના નીલવાડા રોડ સિંગલ પટ્ટી નો રોઙ આવેલો છે તેની ઉપર ઓવરલોડ ટ્રેકટર ડમ્પર જેવા મોટા વાહન હેવી લોડિંગ વાળા દોડાવવામાં આવે છે ડમ્પર અને ટેકટર રાત દિવસ ચાલુ રહે છે તો આ રોડ ઉપર અકસ્માત થશે કે કોઈની જિંદગી જશે ત્યારબાદ જ ઘોર નિંદ્રામાંથી તંત્ર જાગશે તંત્ર શેની રાહ જોઈ રહ્યો છે કેટલાક ડમ્પર અને ટ્રેક્ટર રોયલ્ટી વિનાના ચાલી રહ્યા છે અગાઉ દસક દિવસ પહેલા બાબરાની સરકારી ઓફિસમાં પ્રાંત અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની નીચેના કર્મચારીઓને સાથે રાખી આ બાબતે મીટીંગ રાખી હતી તેવું પ્રાંત અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા કહેવામાં આવેલ પ્રાંત સાહેબ અને નીચલા કર્મચારીઓ જ્યારે બાબરામાં મીટીંગ ચાલી રહી હતી ત્યારે ભૂ માફિયાઓના ગેરકાયદેસર વાહનો ચાલતા હતા ક્યા કારણોસર તંત્ર મૌન છે શું કામ તો હવે પ્રાંત અધિકારી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ નીચલા અધિકારી ઓ પણ ફોન નથી ઉપાડતા આવા ભૂ માફિયા ઉપર કાયદેસર પગલાં લેવામાં નથી આવતા બાબરા અને બાબરા તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયેલ છે . રાત્રિના 12 વાગ્યા પછી જ ગાડીઓ પકડવામાં આવે છે તો શું દિવસે આ કામગીરી કેમ કરવામાં આવતી નથી આવા ભૂ માફિયા ઉપર જાણે કોનો હાથ હશે લોક મુખે આવો ગણ ગણાટ સાંભળવા મળી રહ્યો છે.