સ્વાસ્થ્ય ખોરવે છે લોકોનું બજેટ, લાવે છે ગરીબીરેખા નીચે…..
સ્વાસ્થ્ય સારુ હોય તો જીવન સારુ વિતે છે જ્યારે દેશનો નાગરિક સ્વસ્થ હશે તો જ દેશ પ્રગતિ કરી શકે છે. પરંતુ જો એવું જાણવા મળે કે સ્વાસ્થ્યના સુધારા માટે કરવામાં આવતો ખર્ચો એટલો મોંઘો પડે છે કે જેનાથી દેશવાસીઓનું બજેટ ખોરવાય છે અને એટલી હદ સુધી ખોરવાય છે કે તેને ગરીબી રેખા ઓળંગવાનો વારો આવે છે.
ત્યારે બાબત માનવી થોડી અઘરી છે પરંતુ આપણા દેશની આ હકિકત છે કે લોકો તેના બાળકો અને પરિવારનાં સ્વાસ્થ્યનાં પ્રશ્નોને ઉકેલવા પાછળ તેના મહિનાના બજેટનો ૨૫% ખર્ચો સ્વાસ્થ પાછળ કરે છે અને એટલી હદ સુધી કરવો પડે છે કે તેને મધ્યમ વર્ગની સીમાપાર કરી ગરબીરેખા નીચે જીવવાનો વારો આવ્યો છે અને આ પરિવારોની સંખ્યા લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે.
જ્યાં ૫ કરોડથી પણ વધુ લોકોને આ રીતે સ્વાસ્થ્ય માટે ગરીબ બનવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ સરકાર દ્વારા ઉપલબ્ધ થતી તમામ હેલ્થ સવિર્ર્સીસ અને પબ્લીક હેલ્થ સર્વિસીસની જેનો ઉપયોગ કરવા છતા પણ લોકોની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ નથી મળી શકી ત્યારે ૨૦૦૦-૨૦૧૦ની વચ્ચે આપતિજનક સમયનું ચુંકવણીમાં પણ વધારો નોંધાયો હતો.