ચૈત્ર સુદ તેરસ એટલે જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી નાં જન્મ કલ્યાણક નો દિવસ. આ પાવનકારી દિવસ ની ભવ્યાતિ ભવ્ય સમગ્ર વિશ્વ ના જૈન સમાજો કરી રહ્યા છે એ જ રીતે ધોરાજી જૈન સમાજ ના ચારે ફિરકા આજ નાં પાવન દિવસ ની ઉજવણી ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થી કરી રહ્યા છે. ધોરાજી તપગચ્છ સંઘ ની નીશ્રા માં સોની બજાર માં આવેલ પ્રાચીન શાંતિનાથ ભગવાન નાં જિનાલય થી પ્રભુજી ની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રભુજી ના જયજયકાર નાં ગગનભેદી નારા સાથે માર્ગો ગજાવતા શહેર નાં મુખ્ય માર્ગો પર પસાર થઈ સ્ટેશન રોડ પર આવેલ પ્લોટ દેરાસર ખાતે આ શોભાયાત્રા પુર્ણ થઈ હતી. આ શોભાયાત્રા માં તપગચ્છ સંઘ નાં પ્રમુખ વીરાભાઇ સુખડીયા, હિરેનભાઈ મરડિયા, નગીનભાઈ વોરા, નિરંજન યુવા ગ્રુપ નાં ચિરાગભાઈ વોરા, વિપુલભાઈ મહેતા, તેજસભાઇ મહેતા, ભાવેશભાઈ શાહ, ધવલભાઇ સંઘવી, ચેતનભાઈ શાહ, નીરવ વોરા, નરેન્દ્રભાઇ , અરવિંદભાઈ શાહ, મયુર સુખડીયા વગેરે આગેવાનો તથા ચારેય સંઘ નાં ભાઈઓ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા
Trending
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ
- Rajkot : ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું