• ધીરગુરુદેવની નિશ્રામાં

72ce6ad1 5f7a 4ace a377 3eadc5836416

સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ કલકતાના ઉપક્રમે પૂ.શ્રી ધીરગુરુદેવના મંગલ પાઠે સેંકડો ભાવિકોના વીરા વીરા વીરા… જય મહાવીરના ગગનભેદી જયનાદે મહાવીર પ્રભાત ફેરી મુખ્ય માર્ગે થઇ તેરાપંથ ભવનમાં જન્મ કલ્યાણક ઉજવણીમાં ચંદના સ્વાઘ્યાય મંદિરના બાલક-બાલિકાઓએ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદની રોચક સમજુતી આપ્યા બાદ જન્મોત્સવ ઉજવાતા ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી ના નાદે સહુ ઝુમી ઉઠયા હતા.

વીરના રજતપારણાનો લાભ કિરણબેન મહેશભાઇ કોઠારી અને જીવદયા કળશનો લાભ છબલબેન એ. વોરા, ભાવના સતન શાહ, મેહુલી ભાવીન કામદાર, રીટા ભરત ભાયાણી અને વૈયાવચ્ચનો લાભ માણેકલાલ રામજી ડેલીવાલાએ લીધેલ.

દિલ્હી માનવ સેવા સાધના ભવનમાં અન્નપૂર્ણ ગૃહનો પ્રમોદાબેન કિશોરચંદ્ર કોટીચાએ ર1 લાખમાં લાભ લીધેલ કમાણી જૈન ભવન ઉદટઘાન  અને ચાતુર્માસ પ્રવેશ અનુમોદના યોજનામાં દાતાઓએ દાન ગંગોત્રી વહાવી હતી. બપોરે સુમતિ મહિલા મંડળે મહાવીર હાલરડા હરિફાઇ રાખેલ.

જેમાં હીના ભાવેશ દામાણી શાઁતિપૂર્વક સહુએ લાભ લીધેલ. આયંબિલ તપની ઓળીના બુધવારે સમુહ પારણા યોજાયેલ છે. બીનાબેન અજયભાઇ શેઠ તરફથી પાંચેક હજાર લાડુનું વિતરણ કરાયું હતું.

 

દિલ્હીમાં મહાવીર જયંતિની ભાવભેર ઉજવણી

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના 2662માં નિર્વાણ  મહોત્સવ અને મેમોરીયલ સમીતીના ઉપક્રમે દિલ્હી ખાતે ભારત મંડપમમાં આયોજીત સમારોહમાં રાષ્ટ્રસંત પૂ. પ્રજ્ઞ સાગરજી શ્રમણ સંઘીય પૂ. રવીન્દ્રમુનિ મ.સા., આદિ સંત સતીજીઓની નિશ્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન મહાવીરના 100 રૂપિયાના સિકકા જેના પર પાવાપુરીની ઝાંખી અને 100 ના સિકકા જેમાં જૈન પ્રતિક અંકિત છે તેમજ મહાવીરની ટપાલ ટિકીટની લોકાર્પણ વિધી કરાયેલ. આ પ્રસંગે ભગવાન મહાવીર મેમોરીયલ સમીતીના મુંબઇના યોગેનભાઇ લાઠીયા, ભરતભાઇ શાહ, (રૂબી મિલ્સ), ઉમેશભાઇ સંઘવી ઉ5સ્થિત રહ્યા હતા. હજારો ભાવિકોની હાજરીથી જય મહાવીરના નાદે જયકાર વર્તાયો હતો.

આ સાથે જ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા ગુરૂદેવ નિરંજનમુનિજી મ.સા. અને ગુરૂદેવ ચેતનમુનિજી મ.સા.ની પ્રેરણાથી શહેરના ચાવડી ચોક ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી શુદ્ધ ઘી માંથી બનાવેલ બૂંદીના લાડવાની પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.