અબતક જામનગર, સાગર સંઘાણી
જામનગર માં રહેતા એક વેપારી સાથે રાજકોટના વેપારી પિતા પુત્ર એ જુદી જુદી ખેત ઉત્પાદન ની જણસની બાકી રોકાતી ૧૧ કરોડ ૧૮ લાખની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી જેમાં એક આરોપી ઝડપાયો  છે. જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા અને હાપા માર્કેટ યાર્ડ નજીક જુદી-જુદી ખેત ઉત્પાદનની જણસ ની લે વેચ ની પેઢી ધરાવતા હિરેનભાઈ વિજયભાઈ કોટેચા નામના વેપારી યુવાને પોતાની સાથે રૂપિયા ૧૧ કરોડ ૧૮ લાખની છેતરપીંડી કરવા અંગે રાજકોટના જલારામ પાર્ક વિસ્તારમાં રહેતા હેમંત મોહનભાઈ દાવડા અને રવિ હેમંતભાઈ દાવડા નામના પિતા પુત્ર તેમજ રાજકોટના પલકભાઈ કિરીટભાઈ રૂપારેલ સામે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના અનુસંધાને પ્રોબેશનલ ips અધિકારી અજય કુમાર મિણા એ  ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરી હતી.ફરિયાદી વેપારી હિરેનભાઈ દ્વારા આરોપીઓ સાથે જુદા જુદા સમયે ખેત ઉત્પાદનની જણસની વેચાણ અને ખરીદીના સોદાઓ કર્યા હતા. આ લે વેચ ના સોદા દરમિયાન ફરિયાદી વેપારીએ આરોપી પિતા પુત્ર પાસેથી ૧૧,૧૮,૨૮,૪૬૩ની રકમ લેવાની બાકી હતી.

જે પૈસાની ઉઘરાણી કરવા જતાં ઉપરોક્ત રકમ ચૂકવવી ના પડે તે માટે પિતા પુત્ર એ રાજકોટના પલક રૂપારેલ ની મદદથી રૂપિયા પાંચ કરોડ ૨૮ લાખ ના ખોટા આરટીજીએસ કર્યા ના દસ્તાવેજો  બનાવ્યા હતા, અને વોટ્સએપ મારફતે તેની જુદાજુદા ત્રણ વખતની પહોંચ સાથેની બેંક મારફતે ચૂકવી હોવાની ખોટી વિગતો મોકલી હતી. અને હકીકતમાં આવી કોઈ રકમ બેંક મારફતે મોકલાવી ન હોવા છતાં ખોટા દસ્તાવેજો તૈયાર કરીને  ઉપરોક્ત રકમનું ચુકવણું કરી દીધા નું જણાવ્યું હતું.

પરંતુ ફરિયાદીના બેન્ક ખાતામાં આવી કોઈ રકમ જમા થઈ ન હોવાથી આખરે તેઓએ  પોલીસ નો સંપર્ક સાધ્યો હતો. જેના અનુસંધાને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે.

આખરે આ કેસ મા ત્રણ માંથી એક આરોપી રાજકોટ નાં પાલક કિરીટભાઈ રૂપારેલ ની પોલીસે ધરપકડ કરી અદાલત સમર્થ રજૂ કરતા તેને જેલવાલે કરાયો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.