- દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ગત એપ્રિલ માસમાં જે તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું
Junagadh News : દર વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીના પાકમાં ખૂબ વધારે નુકસાની અને કેસર કેરીનો પાક આવતા ખૂબ વાર લાગી છે આ વખતે કે કેસર કેરીનો પાક ખૂબ મોડો છે દર વર્ષે અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ હોય છે પરંતુ અત્યારે હાલમાં અમુક વિસ્તારમાં કેરી એક સ્ટેજથી આગળ વધી છે. તાપમાનની ખુબ વિસમ પરિસ્થિતિઓને લીધે આંબાના અને કેરીમાં રોગ જોવા મળી રહ્યો છે.
દર વર્ષ કરતાં તાપમાન ખૂબ ઊંચું છે
જુનાગઢની કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ ડીન ડી કે વરુના જણાવ્યા આનુસર “દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ગત એપ્રિલ માસમાં જે તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું તે તાપમાન આ વર્ષે 42 થી 43 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે તેના લીધે કેરીમાં ખૂબ જ વિષમ પરિસ્થિતિ જોવા મળી છે. અત્યારે હાલમાં ખરણની પ્રક્રિયા વધુ જોવા મળી રહી છે.”
અત્યારે આંબાનો પાક Under Risk
હાલમાં કેરી under risk જોવા મળી રહી છે અને તે તેનાથી વિસમ પરીબળો ભાગ ભજવી રહ્યા છે આ વર્ષે આંબાના પાકમાં ફ્લાવરિંગ પણ મોડું આવ્યું ફળધાન પણ મોડું જોવા મળ્યું અને ખરણ વધારે જોવા મળી રહ્યું છે. હરણ પ્રક્રિયાને લીધે જે મોટી સાઇઝની કેરી છે તે પણ અત્યારે ફરી રહી છે અને તેના લીધે ખેડૂતોને આર્થિક મોટો ફટકો પડે તેવી પણ શક્યતાઓ છે.