સંસદના શિયાળુ સત્ર દરમિયાન આર્થિકને સામાજીક સહિતના સુધારા માટે અનેક બિલ પસાર થશે.
મોદી કેબીનેટે શુક્રવારે મુસ્લિમ મહિલા (નિકાહ અધિકાર સંરક્ષણ) બિલના મુસદાને મંજૂરી આપી દીધી છે. તે મુજબ-મૌખિક, લેખિક અથવા કોઈ ઈલેકટ્રોનિક રીતેક એક સાથે ત્રણ તલાક (તલાક એ બિદત) આપવા ગેરકાયદે અને બિન જામીનપાત્ર હશે.
ત્રણ તલાક આપવા પર પતિને ત્રણ વર્ષની સજા ઉપરાંત દંડ પણ થશે. ખરડો સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરાશે. બંને ગૃહોમાંથી પસાર થયાબાદ તે કાયદો બની જશે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટના નિર્ણયની માહિતી આપી જોકે સત્ર ચાલુ હોવાના કારણે બિલની જોગવાઈઓ અંગે જણાવવાનો ઈનકાર કરી દીધો. તેમણે આ ખરડો માનવતા અને માનવાધિકાર સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું તેમણે બધાજ રાજકીય પક્ષોને આ સત્રમાં જ પસાર થનારા આર્થિક સામાજીક સુધારાના મુદા સાથે જોડાયેલ બિલો પસાર કરવામાં સહયોગ આપવાની અપીલ કરી હતી.
અહી ખાસ નોંધવું ઘટે કે સંસદીય શિયાળુ સત્રનો શુક્રવારે હજુ પ્રથમ દિવસ હતો. આ સિવાય શુક્રવારે કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હવે રૂપીયા ૨૦૦૦ સુધીની ઓનલાઈન ખરીદી સસ્તી થશે. કેમકે સરકાર બેંકોને એમડીઆર ચૂકવશે.
જોકે સરકારનું ભારણ વધશે. નવા વર્ષની ૧ લી તારીખથી ૨૦૦૦ સુધીની ઓનલાઈન કે ડેબિટ કાર્ડથી ખરીદી થોડીક સસ્તી થઈ જશે તેના પર મર્ચન્ટ ડીસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર નહી લાગે.