- ભાણવડના નવાગામ અને ઝારેરા ગામેથી એક જ દિવસમાં બે મગર રેસ્કયુ કરાયા
- બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા
ભાણવડ ન્યૂઝ : ભાણવડના નવાગામ અને ઝારેરા ગામેથી એક જ દિવસમાં બે મગર રેસ્કયુ કરાયા છે. રેસક્યુ કરી મગરને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. એક ખેડૂતની વાડીમાં મોડી રાત્રે મગર દેખા દેતા વન વિભાગ – ભાણવડ અને એનિમલ લવર્સ ગૃપને જાણ કરાઇ હતી. વન વિભાગને જાણ કરાતા તુરંત બંને જગ્યાએથી મગરને રેસકયુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. વળી આ તકે સ્થળ પર હાજર લોકોને આવા કોઈ વન્યજીવ કે સરીસૃપ આસપાસ જોવા મળે તો તેને હેરાન કરવા કે મારવા નહિ પરંતુ રેસ્ક્યુ કરાવવા અપીલ કરાઇ હતી. વનવિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા , રમદેભાઈ કોટા અને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હુસેનભાઇ ભટ્ટી દ્વારા રેસ્કયુ કરાયું હતું .
આનંદ પોપટ