- ભગવાન રામચંદ્રને પુષ્પ અભિષેક અને મહાપ્રસાદ
રામનવમીએ શહેર ના કાલાવડ રોડ પર સ્થિત ઇસ્કોન મંદિર રાજકોટ નો રામનવમી ના દિવસે 21મોં બ્રહ્મોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. આ અંગે માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે રામનવમી એ એક વિશેષ ખુશીનું કારણ છે કારણ કે આ વર્ષે આશરે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામની અયોધ્યામાં પોતાની જન્મભૂમિ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે એટલે દેશભરમાં એક અનેરો ઉત્સાહ રામનવમી લઈને જોવા મળી રહ્યો છે. આ વર્ષે રામનવમી ના દિવસે ઇસ્કોન મંદિર રાજકોટ, દ્વારા ભગવાન શ્રી રામચંદ્ર ના અવિર્ભાવ તેમજ મંદિર ના 21માં બ્રહ્મોત્સવ ની એમ બેવડી ખુશી મનાવવા જઈ રહ્યું છે.
ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે ભગવાન શ્રી શ્રી સીતારામ લક્ષ્મણ હનુમાનજી નો રામ દરબાર પણ આવેલ છે માટે ઇસ્કોન મંદિર દ્વારા આ વર્ષે રામનવમી ના પર્વ ની ખૂબ જ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ માટે રાજકોટ ની જનતા માટે અનેક સુંદર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. સાંજે 4 થી 6 ભક્તિમય અને સુમધુર કીર્તન, 56 ભોગ દર્શન સાંજે 4 થી 7:30 વિશેષ ભગવાન શ્રીરામ ની આરતી અને સાંજે 8:00 વાગે 2100 સલ વિવિધ પ્રકાર ના સુગંધિત ફૂલો થી ભગવાન શ્રી રામચંદ્ર નો પુષ્પ અભિષેક નું આયોજન કરવામાં આવેલ છે. સાંજે 5 વાગ્યાં થી સર્વ દર્શનાર્થીઓ માટે ફરાળી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.
રામનવમી ના દિવસે જે લોકો કાર, બાઈક અને વાહન લઇને આવે એના માટે મંદિરની બાજુ ના મેદાનમાં માં કાર, બાઈક ના વિશેષ પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેથી દર્શનાર્થીઓ ને પાર્કિંગની કોઈ સમસ્યા નડે નહી. આથી, આ કાર્યક્રમો નો લાભ લેવા અને મહાપ્રસાદ લઇ ને ભગવાન શ્રી રામ ની કૃપા પ્રાપ્ત કરવા માટે રાજકોટ ની ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી જનતા ને મંદિરે પધારવા માટે નું ભાવભર્યું આમંત્રણ છે.