- ચિંકારાનો શિકાર સલમાન ખાનનો પીછો છોડતું નથી
- સલમાન ખાનના નિવાસસ્થાને સિક્યુરિટી વધારાઈ : બાલ્કનીમાં આવવાની પણ મનાઈ
ચિંકારાનો શિકાર સલમાન ખાનનો જાણે પીછો છોડતું નથી એવા સ્પષ્ટ થઈ ચૂકી છે. સલમાન ખાનના ઘરે ફાયરિંગને લઈને અનમોલ બિશ્નોઈના નામે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પોસ્ટ પર ફાયરિંગની જવાબદારી સ્વીકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અનમોલ બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે, જેનું નામ સિદ્દુ મુસેવાલા મર્ડર કેસમાં પણ સામે આવ્યું હતું. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એક છેલ્લી ચેતવણી છે, હવે ખાલી ઘર પર જ ગોળી ચલાવવામાં આવશે નહીં. ગઈ કાલે સવારે 5 વાગ્યાની આસપાસ સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું. બે બાઇક સવાર શકમંદોએ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્યાંથી ભાગી ગયા. પોલીસે આરોપી વિરુદ્ધ એફ.આઇ.આર નોંધી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લખ્યું છે, ’અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો ગુના સામે યુદ્ધ દ્વારા જ નિર્ણય લેવામાં આવશે તો યુદ્ધ જ થશે. સલમાન ખાનને બતાવવા માટે આ ટ્રેલર હતું, જેથી તમે સમજી શકો કે અમારી તાકાતને ઓછી ન આંકશો. આ છેલ્લી ચેતવણી છે. આ પછી ખાલી ઘર પર જ ગોળીઓ નહીં ચલાવવામાં આવે. વાયરલ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ’તમે દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલને ભગવાન માનો છો તેના નામે અમે બે કૂતરા ઉછેર્યા છે. મારે આનાથી વધુ કહેવાની જરૂર નથી.
સલમાન ખાનના ઘરની બહાર થયેલા હુમલા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી એટલુજ નહિ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. તેમના ઘરે મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અભિનેતાને ઘરની બાલ્કનીમાં આવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.