બધાને લાંબા અને સુંદર વાળ ગમે છે. પણ અત્યારના સમયમાં ભાગદોડ ભરી જીંદગીમાં કોઈ પાસે એટલો ટાઈમ નથી હોતો કે વાળની પુરતી રીતે કેર કરી શકે. ખાસ કરીને સ્ત્રીઓને વાળ પ્રત્યે અલગ જ લગાવ હોઈ છે. કોઈપણ પ્રકારની હેરસ્ટાઈલ અપનાવવા માટે પણ લાંબા વાળ જરૂરી છે.આ માટે મોટાભાગના લોકો કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ વાપરતા હોઈ છે, પણ શું તમે જાણો છો સામાન્ય રીતે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી વાળ લાંબા અને ઘટ્ટ બને છે.ખાસ કરીને આયુર્વેદિક અને ઔષધીય ગુણોથી ભરપૂર વસ્તુઓ વાળ માટે સારી માનવામાં આવે છે. અને ભૃંગરાજને તેમાનું એક માનવામાં છે. વાળમાં ભૃંગરાજનો ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. જો ભૃંગરાજ પાઉડર વાળ પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો તે વાળને સુંદર, ઘટ્ટ અને લાંબા બનાવવામાં મદદ કરે છે. અહીં જુઓ કે તમે વાળમાં ભૃંગરાજ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
વાળમાં ભૃંગરાજ પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો
ભૃંગરાજ પાવડર વાળના સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ માટે 1 ચમચી ભૃંગરાજ પાવડર અને નારિયેળ તેલની પેસ્ટ બનાવો. આ પેસ્ટને આખા સ્કાલ્પ અને હેર ફોલિકલ્સ પર લગાવો.તેને એપ્લાઇ કાર્ય બાદ, શાવર કેપ બાંધો અને પેસ્ટને 1-2 કલાક માટે રાખો અને પછી શેમ્પૂ કરો. વાળ ખરતા અટકાવવા અને અકાળે સફેદ થતા વાળને ઘટાડવા માટે આ હેર પેકને અઠવાડિયામાં ત્રણ વાર લગાવો.
પાવડરથી હેર પેક બનાવો
ભૃંગરાજ પાવડરથી તમે હેર પેક બનાવી શકો છો. તેનાથી વાળને ઘણી રીતે ફાયદો થઈ શકે છે. આ પેક બનાવવા માટે 3-4 ચમચી ભૃંગરાજ પાવડરમાં 3 ચમચી એલોવેરા જેલ સારી રીતે મિક્સ કરો અને પછી ભૃંગરાજ પાવડરથી બનેલા હેર પેકને સ્કાલ્પ પર લગાવો.