- સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમાજ વિરોધ દર્શવી રુપાલની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે.
Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીનો પ્રચાર ઢોલ નાગર સાથે શરૂ થયી ગયો છે. દરેક પક્ષના ઉમેદવારો વોટ બેન્કને વધારવા ઇડીઆઇ ચોટીનું જોર લગાવી રહયાચે. તેવા સમયે ગુજરાતમાં ચૂંટણી સિવાય બીજો એક મુદો ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં રાજકોટથી લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર પરસોત્તમ રૂપલાથી ક્ષત્રિય સમાજ નારાઝ થયો છે. જેના પરિણામ સ્વરૂપ માત્ર રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં જોરશોરથી પ્ર્સોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે.
View this post on Instagram
કરણી સેના પ્રમુખની અટકાયત
સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમાજ વિરોધ દર્શવી રુપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે. તેવા સમયે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અમદાવાદ પહોચ્યા હતા. પરંતુ અમદાવાદ એરપોર્ટથી જ તેમની અટકાયત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા અટકાયતમાં પાઘડી નીકળતા રાજ શેખાવત લાલઘૂમ થયા. ગાંધીનગરના કમલમ ખાતે રજપૂત સમાજે આજે ઘેરાવ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં જોડાય તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજની બહેનો વિરૂદ્ધ રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણીનો પડઘો હવે ગુજરાત બહાર પણ પડ્યો છે. રાજ્યની સાથે સાથે હવે ઠેર ઠેર રૂપાલાની સામે વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઇ રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે કે, રૂપાલાની ટિકીટ રાજકોટ બેઠક પરથી રદ્દ કરવી જોઇએ. પરંતુ આ તમામ વિવાદોની વચ્ચે રૂપાલા હાલમાં જ સુરતમાં એક ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમવા ઉતર્યા હતા.