- તા. 9 થી લઇ અને 15 એપ્રિલના સુધી બપોરે 2:00 વાગ્યાથી લઈ અને 6:30 દરમિયાન કથા યોજાશે, શાસ્ત્રી મહારાજ દિપકભાઈ (છોટે ડોંગરેજી મહારાજ) વ્યાસાસને બિરાજી પોતાના સનમુખેથી ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસશે.
Jamnagar News : જામનગરમાં આવેલ શ્રી માં દર્શન ગૌશાળામા બિમાર, અંધ તથા અપંગ તેમજ આશકત અને અકસ્માતે ખોડખાપણ ભોગવતી ગાયોની સેવા કરવામાં આવે છે. ગૌસેવા અર્થે આ માં દર્શન ગૌશાળામાં સમગ્ર પંથકમાં જાણીતી બની છે. ત્યારે આ ગૌશાળા દ્વારા માનવસેવાના ભાવ સાથે ભગવત સપ્તાહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 9 થી લઇ અને 15 એપ્રિલના સુધી બપોરે 2:00 વાગ્યાથી લઈ અને 6:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના આંગણે કથાનો સાગર ઘૂઘવશે.
જામનગરના દરેડ GIDCમાં આવેલ રાજહંસ સર્કલની બાજુમાં ફેસ 3 ખાતે શ્રી માં દર્શન ગૌશાળા આવેલી છે. જેના આંગણે છગનભાઈ નારણભાઈ મુંગરા અને મનસુખભાઈ મોહનભાઈ મુંગરાના સહયોગથી પિતૃ મોક્ષાર્થે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહ નિમિત્તે શાસ્ત્રી મહારાજ દિપકભાઈ (છોટે ડોંગરેજી મહારાજ) વ્યાસાસને બિરાજી પોતાના સનમુખેથી ભાગવત સપ્તાહનું જ્ઞાન પીરસશે.
ભાગવત સપ્તાહના આ સામાજિક કાર્યમાં જામનગર મોટી હવેલીના પૂજ્ય 108 શ્રી વલ્લભરાયજી મહારાજ, ધર્મચાર્ય જગતગુરુ આચાર્યશ્રી 108 કૃષ્ણમણી મહારાજ નવતનપુરી ધામ ખીજડા મંદિર, જામનગર આણંદ બાબા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદબાપુ, લાલપુર રોડ પર આવેલ દેવાંગી આશ્રમના માધવ પ્રસાદ મહારાજ અને ચનારામ આશ્રમ લતીપુરના મહંત તુલસી ભગત તેમજ ખોડલધામ નેસડી વાળા મહંત લવજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.
ધાર્મિક પ્રસંગે ઉજવાશે આ કાર્યક્રમો
આ ધાર્મિક કાર્યના ભાગરૂપે આવતીકાલે તારીખ 9 4 2024 ને મંગળવારના રોજ સવારે 9:00 વાગ્યે માં દર્શન ગૌશાળા થી કથા સ્થળ સુધી શ્રીમદ ભાગવત કથાની પોથીયાત્રા નીકળશે. ત્યારબાદ તારીખ 10 ને બુધવારના રોજ ભાગવત સપ્તાહનું માહત્મ્ય સમજાવાશે. તારીખ 11 ની ગુરુવારે સાંજે વામન પ્રાગટ્ય અને 12 ને શુક્રવારે બપોરે કૃષ્ણ તથા રામ જન્મની પ્રસંગો ઉજવવામાં આવશે. તે જ રીતે શનિવારે તારીખ 13 ના રોજ ગોવર્ધન લીલા અને તારીખ 14 ને રવિવારના રોજ રૂક્ષ્મણી વિવાહનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તારીખ 15 ના રોજ સુદામા ચરિત્ર અને તારીખ 16 ના રોજ 51 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ યોજાશે. આ ઉપરાંત તારીખ 11 ને ગુરુવારે રાત્રે ભવ્ય લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગીતાબેન પટેલ, ઘનશ્યામ કળથીયા તેમજ સુરેશભાઈ સાજિંદા અને કરિશ્મા દેસાણી તથા ભીખુ મહારાજ અને પિયુષ પટેલ તેમજ કેવિન પટેલ અને પિયુષભાઈ બુસા સહિતના ખ્યાતનામ કલાકારો પોતાનો કલા રસ પીરસ છે.
ગૌ શાળામાં થતી પ્રવૃતિ
બિમાર, અંધ તથા અપંગ તેમજ આશકત ગાયોની સેવા
અકસ્માત થયેલ તેમજ નોધારી ગાયોની સેવા
ગાયોના લાભાર્થે દર વર્ષે સપ્તાહનું આયોજન
દિવાળીના પર્વ પર ગાયોના લાભાર્થે ફટાકડાનું વેચાણનું આયોજન
નવરાત્રીના પર્વ પર ગરબી રમતી બાળાઓ માટે રાત્રી પ્રસાદનું આયોજન
પક્ષીઓને દરરોજ ચણ તથા પાણી વ્યવસ્થા કરવામાં આવશે.
શુભ પ્રસંગે બેન્ડ પાર્ટી તથા વેલડુની પ્રવૃતી.
શુભ પ્રસંગે ગૌ-મુત્ર તેમજ ગાયના છાણાની વિના મુલ્યે સેવા
મરણોપરાંત અગ્નિસંસ્કારની વિધિ સુધીમાં જરૂર પડતી નિહારની તમામ સામગ્રી આપવામાં આવે છે.
દર વર્ષે રકત દાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
૧૧,૦૦૦માં આ સપ્તાહમાં યજમાન થઇ શકો છો
શ્રી માઁ દર્શન ગૌ શાળાનાં આંગણે શાસ્ત્રી શ્રી દિપકભાઈ (છોટે ડોંગરેજી મહારાજ)ના મુખેથી રસપાન કરવા તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહના સહભાગી બનવા માટે તમેં પણ જોડાઈ શકો છો.
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં પિતૃના મોક્ષાર્થે યજમાન થવા માટે ફક્ત રૂા. ૧૧,૦૦૦ માં આ સપ્તાહ માં યજમાન થઇ શકો છો. તેમજ તા. ૧૬ એપ્રીલના રોજ ગૌ શાળાએ થનાર હવનમાં પણ યજમાન થઈ તમે ભાગ્યશાળી થઈ શકો છો. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં યજમાન થયેલ ને આયોજક દ્વારા સાતે દિવસનો પુજાપો તેમજ પોથીજી તથા કથા મંડપમાં બાજોઠ તેમજ બેસવા માટેની વ્યવસ્થા તેમજ પિતૃ માટે આરતીની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
તેમજ કથા પુર્ણાહુતીના દિવસે પોતાના પોથીજીને ઘરે પધરાવવાના રહેશે. આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમ્યાન રૂા. ૫,૧૦૦ થી વધારે જે કોઈ દાતા દાન આપશે તો તેને તા. ૧૬ એપ્રીલના રોજ ગૌ શાળાએ થનાર હવનમાં યજમાન થઈ સજોડે બેસવાનો લાભ મેળશે