- વળતો જવાબ આપવા ઇરાનની તૈયારી, બીજી તરફ ઇઝરાયેલે પણ સુરક્ષા માટે સૈન્યને એલર્ટ કરી દીધું
ગયા અઠવાડિયે ઇરાનના સિરિયામાં આવેલ દુતાવાસ ઉપર થયેલા હુમલા પછી ઇઝરાયેલના કોઈ પણ દૂતાવાસ સુરક્ષિત નથી. તેવી એક ટોચના ઈરાની સૈન્ય સલાહકારે રવિવારે ઈઝરાયેલને ચેતવણી આપી હતી.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના લશ્કરી સલાહકાર જનરલ રહીમ સફાવીની ટિપ્પણીએ સંકેત આપ્યો હતો કે ઈરાનના દુતાવાસ પરના હુમલાને ઈરાન એવી જ રીતે વળતો જવાબ આપશે. ઈઝરાયેલે તેની સંડોવણીનો સીધો સ્વીકાર કર્યો નથી. ઈરાની વાણિજ્ય દૂતાવાસની ઇમારતને તોડી પાડનારા હુમલામાં માર્યા ગયેલા સેનાપતિઓ માટે તેહરાનમાં એક સમારોહમાં બોલતા, સફાવીએ કહ્યું કે તેહરાન હવે ઇઝરાયેલ સાથેના સંઘર્ષને “કાયદેસર અને કાનૂની અધિકાર” તરીકે જુએ છે.
ઈરાનની એજન્સીએ રવિવારે એક ગ્રાફિક પ્રકાશિત કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલને મારવામાં સક્ષમ નવ વિવિધ પ્રકારની ઈરાની મિસાઈલો સજ્જ છે. દેશના સૈન્ય વડાએ શનિવારે કહ્યું હતું કે ઈરાનની જવાબી કાર્યવાહીનો હેતુ “દુશ્મનને મહત્તમ નુકસાન પહોંચાડવાનો” હશે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેલ અવીવ કોઈપણ જવાબ માટે તૈયાર છે. “જે કોઈ આપણને નુકસાન પહોંચાડે છે અથવા આપણને નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે, અમે તેને નુકસાન પહોંચાડીશું.” રવિવારના રોજ, સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે સૈન્ય સાથે “ઓપરેશનલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું” અને જાણવા મળ્યું કે સંરક્ષણ સંસ્થા “ઈરાન સામેની કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે.”
ઈઝરાયેલે તેની સેનાને હાઈ એલર્ટ પર મૂકી છે અને વધારાના એર ડિફેન્સ યુનિટ તૈનાત કર્યા છે. ઇઝરાયેલના લડાયક સૈનિકો સપ્તાહના અંતે રજા પર જવાની અપેક્ષા રાખે છે તેમને પણ તેમના સ્ટેશનો પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઇરાન દ્વારા આ ક્ષેત્રમાં ઇઝરાયેલ અથવા યુએસ સંપત્તિઓને નિશાન બનાવીને સંભવિત હુમલા માટે યુએસ પણ હાઇ એલર્ટ પર છે.
બહુ થયું… હવે ગાઝા પટ્ટીએ યુદ્ધવિરામની ઇઝરાયેલની તૈયારી
ઇઝરાયેલી સેનાએ રવિવારે જાહેરાત કરી હતી કે તેણે ગાઝાના દક્ષિણી શહેર ખાન યુનિસમાંથી તેના સૈનિકોને પાછા ખેંચી લીધા છે. ઈઝરાયેલે ખાન યુનિસમાં હમાસના આતંકવાદીઓ સામે જમીની હુમલાનો તબક્કો પૂર્ણ કરી લીધો છે અને તેના સૈનિકોને પાછા ખેંચી લીધા છે.બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન સાથે સંઘર્ષ વધી રહ્યો હોય, બે મોરચે ઇઝરાયલ લડવા ઇચ્છતું ન હોય, ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની તૈયારી કરી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઇઝરાયેલ રફાહને ખાલી કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ પ્રક્રિયામાં ઘણા મહિનાઓ લાગી શકે છે. સૈન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હમાસના ગઢ ગણાતા ખાન યુનિસ અને જૂથના નેતા યાહ્યા સિનવરના વતન સહિત લક્ષિત કામગીરી ચાલુ રાખવા માટે નોંધપાત્ર સંખ્યામાં સૈનિકો ગાઝામાં રહેશે.