- ‘ઘર ઘર સંપર્ક’ અભિયાનને જન-જનનો બહોળો પ્રતિસાદ સાંપડયો
રાજકોટ શહેર ભાજપ ધ્વારા આજથી ઘેર ઘેર સંપર્ક અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે રાજકોટ શહેર ભાજપ આયોજીત ઘેર-ઘેર લોક્સંપર્કના કાર્યક્રમમાં રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ રાજકોટ વિધાનસભા-69, વોર્ડ-8 માં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના બુથ બુથ નં.189 માં સીલ્વર સ્ટોન વિસ્તારમાં ઘેર-ઘેર સંપર્ક અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દેશવાસીઓને અપિલ કરતી પત્રિકાઓનું વિતરણ કરેલ હતું. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ્ા ડો. ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા સહીતના ભાજપ અગ્રણીઓ પણ ઘેર ઘેર સંપર્ક અભિયાનમાં જોડાયા હતા.
આ તકે પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારએ દેશના સૌથી નીચલા સ્તરના લોકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના ઉદેશ સાથે અંત્યોદયના મૂળ મંત્રને સાકાર કરી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ના મંત્રને ચિરતાર્થ કરી દેશવાસીઓનું જીવન સરળ બને તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી દેશને વિકાસની રાહ પર અગ્રેસર ર્ક્યો છે અને દેશનો સર્વાંગિ વિકાસ થયો છે
આ તકે હર્ષીદાબેન કાસુન્દ્રા, નીનાબેન વજીર, રક્ષ્ાાબેન જોશી, ધ્યેય દોશી, મુકુલ અકબરી, અલ્કાબેન કામદાર, રાજશ્રીબેન વાગડીયા, કૃતીબેન મહેતા, નીશાબેન ધેલાણી, પરેશ આંબલીયા સહીતના સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
રાજયના પૂર્વ મંત્રી આર.સી. ફળદુના પરિવારજનોની મુલાકાત લેતા રૂપાલા
શહેરના 1પ0 ફુટ રીંગરોડ સ્થિત અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ અને રાજયના પૂર્વ કૃષી મંત્રી તેમજ રાજકોટ લોક્સભા બેઠકના કલ્સ્ટર પ્રભારી આર.સી. ફળદુના પિરવાર ધ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા ઉપસ્થિત રહયા હતા.
આ તકે પરશોતમભાઈ રૂપાલાજીનું આર.સી. ફળદુ અને તેમના ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન ફળદુ, પૂત્ર આશિષભાઈ અને પુત્રવધુ ગ્રીષ્માબોન ફળદુ ધ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવેલ હતું.તેમજ ઉપસ્થિત આગેવાનો, પ્રબુધ્ધ- પ્રતિષ્ઠિત નાગિરકો ધ્વારા રૂપાલાજીનું સ્વાગત કરવામાં આવેલ હતુંં.
આ તકે પરશોતમભાઈ રૂપાલાએ આર.સી. ફળદુ પિરવાર સાથે સ્નેહભર્યુ ભોજન ગ્રહણ કરેલ હતું. આ તકે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરીયા, શીવલાલભાઈ વેકરીયા, પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ તકે સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ, સોસાયટીના અગ્રણીઓ સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હત
સંતોનું સાનિધ્ય હંમેશા નવી શક્તિ, નવી પ્રેરણા અને નવા વિશ્વાસનો સંચાર કરે છે : પરષોતમભાઈ રૂપાલા
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ શહેરના શાસ્ત્રીમેદાન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ.108 ભાવી આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના ભવ્ય સુર્વણ જયંતિ મહોત્સવ ઉજવણીમાં ઉપસ્થિત રહી સંત સાનિધ્યમાં સત્સંગ- પૂજન-દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ તકે પરશોતમભાઈ રૂપાલાએ જણાવેલ કે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરને સ્થાપનાના ર00 વર્ષ અને પૂ. આચાર્યશ્રીના પ્રાગટયના સુવર્ણ જયંતિના સુભગ અને ભક્તિસભર સમન્વયના કાર્યક્રમમાં દર્શન,આશીર્વાદ અને સૌને મળી જય સ્વામિનારાયણ કહેવાનો અવસર આપવા બદલ સંતોનો આભાર વ્યક્ત કરતા જણાવેલ કે સંતોનું સાનિધ્ય એ હંમેશા નવી શક્તિ, નવી પ્રેરણા અને નવા વિશ્વાસનો સંચય કરે છે અને કથા અને સત્સંગનું રસપાન કરવાથી કે સાંભળવાથી જીવનમાં આનંદ મળે છે. મનને શાંતિ આપવાનું સાધન કથા છે.
આ તકે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીના ઉપલક્ષ્યમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેમજ પૂ. લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ ધ્વારા પૂ. ઉર્વશીકુંવરબાના માર્ગદર્શન હેઠળ સર્વાઈકલ કેન્સર રસીકરણ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ગોલ્ડન બેક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ નોંધાયો હતો.
આ પ્રસંગે સંતોમાં પૂ. નિષ્કામ સ્વામી, જ્ઞાનસ્વામી, વકીલ સ્વામી, ગઢડાના એસ.પી. સ્વામી, ઘનશ્યામ સ્વામી, છપૈયા સ્વામી, ચંદ્ર સ્વરૂપદાસ બ્રહમચારી, જુનાગઢના મહંત પ્રેમસ્વામી, મહંત ભક્તિપ્રસાદ સ્વામી, રામસ્વામી, વર્ષગણમાં સંજય ભગત, શૈલેષભગત, ભાનુ ભગત, વર્ણી ભગત, ધર્મકુળ આશ્રિત રાજકોટ સત્સંગ સમાજના વડીલો, યુવાનો, બહેનો, બાળકો સહીતના બહોળી સંખ્યામાં આ ભક્તિસભર કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.