- બેંક ખાતામાં 26.25 લાખ જમા, હાથ ઉપરની રોકડ માત્ર રૂ. 55 હજાર : દર વર્ષે રૂ.1 કરોડથી વધુની કમાણી
Loksabha Election 2024 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાહુલ ગાંધીએ ગઈકાલે કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ નેતાએ નામાંકન પહેલા બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડમાં રોડ શો પણ કર્યો હતો. રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલ ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમણે દર વર્ષે 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હાલ તેઓ રૂ.20 કરોડની સંપત્તિના માલિક છે.
રાહુલ ગાંધીએ ક્યાં કેવી રીતે કર્યું છે ઈન્વેસ્ટમેન્ટ
નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા હતી. 21-22માં કોંગ્રેસના નેતાએ 1,31,04,970 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 20-21માં રૂ. 1,29,31,110 કરોડ, 19-20માં રૂ. 1,21,54,470 કરોડ અને 18-19માં રૂ. 1,20,37,700 કરોડની કમાણી કરી હતી.
કોંગ્રેસના નેતાના બેંક ખાતામાં 26,25,157 રૂપિયા જમા છે. તે જ સમયે તેમની પાસે માત્ર 55 હજાર રૂપિયા રોકડા છે. રાહુલ ગાંધી પાસે યંગ ઈન્ડિયનના 1900 શેર છે, જેની કિંમત 100 રૂપિયા પ્રતિ શેર છે. આ સિવાય કોંગ્રેસના સાંસદ પાસે 4,33,60,519 રૂપિયાની અન્ય કંપનીઓના શેર છે.
રાહુલ ગાંધી પાસે રૂ. 3,81,33,572નું મ્યુચ્યુઅલ ફંડ છે અને તેમણે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રૂ. 15,21,740નું રોકાણ કર્યું છે. તેમણે પોસ્ટ ઓફિસ અને વીમા પોલિસીમાં રૂ. 61,52,426નું રોકાણ કર્યું છે. તેઓની પાસે 4,20,850 રૂપિયાની જ્વેલરી છે. રાહુલ ગાંધીની કુલ જંગમ સંપત્તિ 9,24,59,264 રૂપિયા છે. વાયનાડ સાંસદની સ્થાવર સંપત્તિ 11,15,02,598 રૂપિયા છે. રાહુલ ગાંધી પર 49,79,184 રૂપિયાની જવાબદારી છે.