- મેથ્સ અને કેમિસ્ટ્રીમાં એક- એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા વિદ્યાર્થીઓને તેના માટે એક-એક ગુણ આપવાનું નક્કી કરાયું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ 2 ગુણ મળી ગયા છે. મેથ્સ અને કેમિસ્ટ્રીમાં એક- એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા વિદ્યાર્થીઓને તેના માટે એક-એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. જ્યારે બાયોલોજીમાં એક પ્રશ્નના બે ઓપ્શન સાચા હોવાનું જણાયું છે. પ્રોવિઝનલ આન્સર કીને લઈને રજૂઆત હોય તો 6 એપ્રિલ સુધી ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરી શકાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 31 માર્ચના રોજ લેવામાં આવેલી ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પેપપર તજજ્ઞો પાસે ચેક કરાવી પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. આન્સર કીને લઈને કોઈ રજૂઆત હોય તો બોર્ડને ઈ-મેઈલ દ્વારા 6 એપ્રિલ સુધી જરૂરી આધાર- પુરાવા સાથે રજૂઆત કરી શકાશે. પ્રશ્નદીઠ રૂ. 500 ફી ભરવાની રહેશે અને જો રજૂઆત સાચી હશે તો ફી પરત કરવામાં આવશે. ગુજકેટમાં ગણિત વિષયની પ્રોવિઝનલ આન્સર કીમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા દરેક વિદ્યાર્થીને એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. જ્યારે ફિઝિક્સમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની આન્સર કીમાં એક પણ પ્રશ્નમાં ભૂલ ન હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેમિસ્ટ્રીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નમાં ભૂલ હોવાનું જણાતા તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નક્કી કરાયું છે.
ઉપરાંત બાયોલોજીમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક પ્રશ્નના બે ઓપ્શન સાચા હોવાનું જણાતા બે પૈકી ગમે તે ઓપ્શન લખ્યું હશે તેને ગુણ આપવામાં આવશે. આમ, ગુજકેટમાં ગણિત વિષયમાં એક ગુણ અને કેમિસ્ટ્રી વિષયમાં એક ગુણ આપવાનું નક્કી કરાયું છે. આમ, ગુજકેટના વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ બે ગુણ મળી રહેશે. જ્યારે બાયોલોજીમાં એક પ્રશ્નના બે ઓપ્શન સાચા હોવાનું જણાતા બંને પૈકી ગમે તે ઓપ્શન લખ્યું હશે તેને ગુણ આપવામાં આવશે. જ્યારે ફિઝિક્સમાં કોઈ જ ભૂલ ન હોવાનું જણાયું છે. 6 એપ્રિલ સુધી હવે વિદ્યાર્થીઓ આન્સર કીને લઈને પોતાની રજૂઆતો કરશે અને ત્યારબાદ તેના આધારે ફાઈનલ આન્સર કી જાહાર કર્યા બાદ તેના આધારે પરિણામ જાહેર કરાશે.