વિશ્વ વ્યાપાર સંગઠનમાં ખાધ સુરક્ષાને લઈ ભારતનું કડક વલણ
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ વ્યાપાર સંગઠન)ની ચાર દિવસીય બેઠક રવિવારથી શરૂ થઈ હતી.
વિશ્ર્વ વ્યાપાર સંગઠનના હાલના મંત્રીઓની બેઠક મળી હતી જેમાં ખાધ સુરક્ષાને લઈ મહત્વની ચર્ચાઓ થઈ હતી. ખાધ સુરક્ષા પર પ્રોફેસર સચિન કુમાર શર્માએ લખેલી એક બુક ‘ધ ડબલ્યુટીઓ એન્ડ ફુડ સિકયુરીટી’ની ખૂબજ ચર્ચા વિચારણા કરાઈ હતી તો ડબલ્યુટીઓની આ બેઠકમાં ભારતે ખાધસુરક્ષાને લઈ કડક વલણ દાખવ્યું છે. જેને લઈ અમેરિકાએ અડચણ ઉભી કરી છે.
ખાધ સુરક્ષાને લઈને વિશ્ર્વ વ્યાપાર સંગઠનની બેઠકમાં વાણીજય મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતુ કે ખાધ સુરક્ષાના મામલે કોઈ પણ સમજોતા થશે નહિ અને ભુખમરા ને ખત્મ કરવા કૃષિ સંબંધીત વાતચીતનો આધાર જરૂરી છે.ચાર વર્ષ પહેલા વિશ્વ વ્યાપાર સંગઠનમાં ખાધ સુરક્ષાને લઈ કમીટમેન્ટ થઈ હતી. પરંતુ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા પછી હંમેશા અમેરિકા અનિચ્છા દાખવી રહ્યું છે.
વિશ્ર્વમાંથી ભૂખમરાને નાબુદ કરવા વિકાસશીલ દેશો જેવા કે ભારત અને ચીન ચોખા અને ઘઉં જેવા અનાજનું ઉત્પાદન મીનીમમ સપોર્ટ પ્રાઈઝે કરવા ઈચ્છે છે.અને મીનીમમ સપોર્ટ પ્રાઈઝની પધ્ધતિ લાદવા માગે છે.આ માટે ભારતે ડબલ્યુટીઓમાં કડક વલણ દાખવ્યું છે.
ભારતની આ પ્રકરની ફુડ સીકયુરીટી યોજનાથી ગુડસ અને સર્વીસની બોર્ડરો પર સરળતાથી આયાત નિકાસ થઈ શકશે. અને ગરીબ દેશોમાં તેનો ખર્ચ પણ નીચો રહેશે. આથી આંતરમાળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવાની જરૂર છે.તેમ ભારતે જણાવ્યું.
ભારતના આ પ્રકારનાં કડક વલણની સહારના થઈ રહી છે. સુરેશ પ્રભુએ બેઠકમાં કહ્યું હતુ કે ભુખમરાને નાથવા અને તે માટે ખાધ સુરક્ષા આવશ્યક છે. અને આ માટેની નીતિ મામલે કોઈ સમજોતા થશે નહિ.